આવતીકાલે મુખ્યમંત્રીના સાંનિધ્યમાં યોજાનાર ઐતિહાસિક તિરંગા યાત્રામાં સામેલ થવા રાજુભાઈ ધ્રુવનું આહ્વાન

11 August 2022 05:31 PM
Rajkot
  • આવતીકાલે મુખ્યમંત્રીના સાંનિધ્યમાં યોજાનાર ઐતિહાસિક તિરંગા યાત્રામાં સામેલ થવા રાજુભાઈ ધ્રુવનું આહ્વાન

હર ઘર તિરંગા અભિયાનને દેશભરમાંથી બહોળો પ્રતિસાદં: મા ભારતીના વીર સપૂતોને ભાવાંજલી રૂપ છે આ તિરંગાયાત્રા

રાજકોટ,તા.11
આઝાદી મળ્યાના આટલા વર્ષો સુધી આઝાદી દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહેતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવી ઉજવણી આજે આઝાદી ના અમૃત મહોત્સવ- રાષ્ટ્રીય તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગથી ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા હર ઘર તિરંગાઅભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવથી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે તેમ જણાવતા ભાજપના સૌરાષ્ટ્રનાં પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આગામી તા. 12નાં રોજ રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રામાં ઉમંગ અને ઉત્સાહ ભેર જોડાવા રાજકોટવાસીઓને અપીલ કરી છે.

રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, અત્યારે ભારત સરકારે આ 75 મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે.દેશના સપુત અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે.

તેમણે એમ પણ કહ્યું છે કે, આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની મહાન સંસ્કૃતિ, સભ્યતા અને ઈતિહાસને પ્રતિબિંબિત કરે છે. પવનમાં લહેરાતો આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની સ્વતંત્રતા દર્શાવે છે. આ ધ્વજ આપણા દેશના નાગરિકોની આઝાદીની સાથે અંગ્રેજોના જુલમમાંથી મુક્ત થવા પર આપણા અને આપણા દેશવાસીઓનું ગૌરવ છે. આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો -તત્વો મહત્વના છે, જે આપણા દેશની અખંડિતતા, એકતા અને બહાદુરી દર્શાવે છે.

ભારતને આઝાદી મળ્યા પછીના છેલ્લા 75 વર્ષોમાં દેશે દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આપણા દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજી, તબીબી વિજ્ઞાન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં પ્રચંડ પ્રગતિ કરી છે. આ5ણે હવે વિકાસના ક્ષેત્રે ખૂબ જ ઉચ્ચ સ્થાને છીએ અને તેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આમ, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી એ એવી વસ્તુ છે કે જેમાં દરેક ભારતીય નાગરિકે ભાગ લેવો જોઈએ અને ખૂબ જ ગર્વ અનુભવવો જોઈએ.

રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે,સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની અદભુત ઐતિહાસિક તિરંગાયાત્રા ખરા અર્થ માં શહીદો,ક્રાંતિકારીઓ,આઝાદીના લડવૈયાઓ, સત્યાગ્રહીઓ, આંદોલનકારીઓને ભાવાંજલિરૂપ બની રહેશે. આ મહાન સપૂતોના ત્યાગ,તપસ્યા અને બલિદાનનો આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી દ્વારા ઋણસ્વીકાર કરવામાં આવશે. રાજકોટ આઝાદી પૂર્વે અને આઝાદી પછી પણ અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે.

ત્યારે આગામી તા. 12મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા અગ્રણીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારી ત્રિરંગા યાત્રા પણ ઐતિહાસિક બની રહેશે. તેમણે આ ત્રિરંગા યાત્રામાં જોડાવા રાજકોટવાસીઓ-સૌરાષ્ટ્રવાસીઓને અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement