રવિવારે રૂા.10માં 5000 કુટુંબને જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ

11 August 2022 05:32 PM
Rajkot
  • રવિવારે રૂા.10માં 5000 કુટુંબને જીવન જરૂરી વસ્તુઓનું વિતરણ

જન્માષ્ટમીએ સતત 33માં વર્ષે કાનુડા મિત્ર મંડળનું આયોજન

રાજકોટ, તા. 11 : સૌરાષ્ટ્રની જાણીતી સેવા સંસ્થા શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા માતૃ શ્રી સ્વ. વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી તેમજ પ્રમુખ કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતીઓ છેલ્લા 33 વર્ષથી સતત કરવામાં આવે છે. જેમાં અર્થિક રીતે નબળા કુટુંબને દર મહિને વિનામુલ્યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને વિનામુલ્યે દવા સહાય, ઈમરજન્સી કેસ માટે લોહીની સહાય મહા રક્તદાન શિબીરોનું સતત આયોજન, વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તથા પુસ્તક-યુનીફોર્મની સહાય, જીવદયા-ગૌસેવાની પણ આ કાળમાં કરવામાં આવી છે.

શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા સતત 33માં વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પર્વને ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ધામધુમથી, હર્ષભેર વધાવી શકે તેવા ઉમદા આશયથી જીવન જરીરચાતની ખાદ્ય વસ્તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટક મહંત શ્રી દેવપ્રસાદ સ્વામી, સ્વામીનારાયણ ગુરૂકુલ રહેશે. આ સેવા યજ્ઞમાં મહાનુભવો તેમજ દરેક દાતાઓ ઉપસ્થિત રહેશે શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા માતૃશ્રી સ્વ. વિમળાબેન પ્રતાપભાઇ રાજદેવની આજીવન પ્રેરણાથી સેવાકીય પ્રવૃતિમાં ફક્ત રૂ. 10 માં 6 વસ્તુ : તેલ 1 લીટર, ચણાનો લોટ500 ગ્રામ, ખાંડ500 ગ્રામ,મેંદાનો લોટ500 ગ્રામ, ચોખાના પીવા 500ગ્રામ, મકાઈના પીવા 500 ગ્રામ આપવામાં આવશે.

તા. 14ને રવિવાર સવારે 7 થી 10 કલાકે, 3 ગુંદાવાડી, મયુરભાઈ રાજદેવ ચોક ખાતે ગુંદાવાડી વેપારી મિત્ર મંડળના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ થી આપેલ કાર્ડ તથા રેશનીંગ કુપન લાવવું ફરજીયાત છે. એક વ્યક્તિ એક થી વધારે કાર્ડ સાથે લાવશે તે માન્ય રાખવામાં આવશે નહિ. સમગ્ર આયોજન અંગે પ્રમુખ અને મનપા બાંધકામ સમીતીના ચેરમેન કેતનભાઈ પટેલના માર્ગદર્શન માં ઉમેશ ભુત, હસમુખ કોબીયા, પરેશવોરા, સુધીર ઠુંમર, રવિ ડાંગર, પ્રશાંત રાયચુરા, મનીષ ઝવેરી, જીતુ કાકડીયા, લલીત મોદી, રશ્મીન કાકડીયા, મિહુલ જોબનપુત્રા, વિપુલ માખેલા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement