ધ્વજારોહણ સમિતિ દ્વારા વાજતેગાજતે રામનાથ મહાદેવને ધ્વજા ચડાવવામા આવશે : 4000 લોકો જોડાશે

11 August 2022 05:36 PM
Rajkot
  • ધ્વજારોહણ સમિતિ દ્વારા વાજતેગાજતે રામનાથ મહાદેવને ધ્વજા ચડાવવામા આવશે : 4000 લોકો જોડાશે

મુખ્ય ધ્વજા ઉપરાંત 51 વિધ સંસ્થા દ્વારા 12 ધજા ચડાવવામાં આવશે : ભરવાડ સમાજના યુવાનો લાઠી દાવ કરશે : યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે

રાજકોટ, તા.11
રાજકોટના રાજા સ્વંયભુ રામનાથ મહાદેવ પણ બીરાજમાન છે. જે આજી નદીના પટમાં આશરે 400 વર્ષથી બીરાજે છે. રામનાથ મહાદેવને, શ્રીરામનાથ મહાદેવ ધ્વજા રોહણ સમિતિ ધ્વારા સતત 15 વર્ષ થયા વાજો ગાજતે રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવે છે. જેની શરૂઆત 15 વર્ષ પુર્વે ભાઈ સ્વ.બકુલભાઈ વોરાએ શરૂઆત કરેલ હતી. તે યાત્રા આ વર્ષે પણ રાખવામાં આવેલ છે.

તો તા: 13/8/2022 ને શનિવારનાં રોજ રાત્રે 9:30 કલાકે ધ્વજારોહણ સમિતિ ધ્વારા કિશોરસિંહજી સ્કુલ, કોઠારીયાનાકાથી વાજતે ગાજતે ધ્વજા યાત્રા રાખેલ છે. જે યાત્રા પણ સામાજીક સમરસતા નાં માધ્યમ સાથે દલીત સમાજ તથા વાલ્મીકી સમાજના બહેનો ધ્વારા દાદાની ધ્વજા માથે ચડાવી શરૂઆત કરવામાં આવશે.આ યાત્રા મા 4000 લોકો જોડાશે.

યાત્રાની અંદર અંદાજે એકાવન કરતાં વધારે સમાજીક સંસ્થાઓ તથા અનેક વિધ સમાજ પણ સાથે જોડાશે, યાત્રામાં ડી.જે.નું પણ આકર્ષણ રાખવામાં આવે છે જેમાં શિવજીનાં ભજનો વગાડવામાં આવે છે અને ભાવીકો ભકિતમય હર્ષ સાથે જેમ જીવમાં શિવ ભળે તેમ નાચ-ગાન કરતાં હોય છે. આ યાત્રામાં મુખ્ય ધ્વજા ઉપરાંત અનેક વિધ સંસ્થા ધ્વારા પણ ધજા ચડાવવામાં આવે છે. આ વખતે એકી સાથે બાર ધ્વજા ચડાવવામાં આવશે.

જેમાં બ્રાહમણ સમાજ, બંગાળી સમાજ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્ટ, ખવાસ રજપુત સમાજ, નેપાળી સમાજ, ગૌરક્ષા દળ ગુજરાત, દલિત સમાજ, કનૈયા ગૃપ, નક્ષ ગ્રુપ, અખંડ ભારત ગ્રૂપ, થેલેસેમીયા ભુલકાઓને તેના પરિવાર શ્રી બાલાજી ગ્રુપ, શ્રી પાર્ક સોસાયટી, શ્રી રામદેવપીર ગ્રુપ,, વાલ્મીકી સમાજ, કવા પરિવાર તેમજ આ સાથે અલગ-અલગ સંસ્થા તથા અલગ-અલગ સમાજના લોકો સાથે રામનાથદાદાની ધ્વજા પણ ચડાવવામાં આવશે.

યાત્રાને આર્કષક બનાવવા માટે ભરવાડ સમાજના યુવાનો લાઠી દાવ કરે તે મુખ્ય આકર્ષણ જોવા મળે છે. યાત્રા કિશોરસિંહજી સ્કુલથી શરૂ થઈ ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા મેઈન રોડ પરથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement