કાલે તિરંગા યાત્રામાં ઉમટી પડવા પદાધિકારીઓની હાકલ

11 August 2022 05:41 PM
Rajkot
  • કાલે તિરંગા યાત્રામાં ઉમટી પડવા પદાધિકારીઓની હાકલ

મનપા સહિતના પદાધિકારીઓ, ભાજપ હોદ્દેદારો, શાળાઓ, ધર્મસંસ્થાના વડાઓ જોડાશે : દેશભકિતનો નારો ગુંજી ઉઠશે

રાજકોટ, તા. 11 : મહામૂલ્ય આઝાદીના 75 વર્ષ નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન "હર ઘર તિરંગા"નું આહવાન કરેલ છે. મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત આવતીકાલ તા. 12ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સવારના 8:30 કલાકે બહુમાળી ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે બહુમાળી ભવન ચોક થી રાષ્ટ્રીય શાળા સુધી "તિરંગા યાત્રા"નો પ્રારંભ થશે. આ તિરંગા યાત્રામાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સાંસદો, ધારાસભ્યો, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, પદાધિકારીઓ, કોર્પોરેટરો, જુદી જુદી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, હોદ્દેદારો, કાર્યકરો, જુદા જુદા સમાજના અગ્રણીઓ, સામાજિક - શૈક્ષણિક - ધાર્મિક સંસ્થાના સભ્યો, શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ શહેરીજનો જોડાશે.શહેરના તમામ નગરજનો સ્વયંભુ તિરંગા યાત્રામાં જોડાય, સમગ્ર શહેરને રાષ્ટ્રભક્તિના રંગમાં રંગી દઈએ અને વિશ્વમાં દેશની આન-બાન-શાન વધારવા મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએ અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement