તામીલનાડુના રામેશ્વર ટાપુ પર આવેલ રામનાથ સ્વામી જયોતિર્લિંગની અનેરી ઝલક

11 August 2022 05:58 PM
Rajkot
  • તામીલનાડુના રામેશ્વર ટાપુ પર આવેલ રામનાથ સ્વામી જયોતિર્લિંગની અનેરી ઝલક

► દરિયા વચ્ચે સ્થાપત્ય કળા અને ભવ્ય બાંધણીના ઉત્તમ નમુનારૂપ

જન જાગૃતી અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડ ભોળાનાથ દેવાધીદેવને પુજન અર્ચના કરવાના પવિત્ર શ્રાવણ માસે વાંચકોને શિવના દેશની ચારે દિશામાં વિવિધ રાજયોમાં આવેલ બાર જયોતિલિંગ પૈકીનું દેશની મુખ્ય ભુમિથી અતિ દુર દિરયાના કિનારે આવેલ તામિલ નાડુના રામેશ્વરમ ટાપુ ઉપર આવેલ અતિભવ્ય અને દિવ્ય રામનાથ સ્વામી જયોતિલિંગ અંગે સંકલીત માહિતિ આપતા જણાવે છે. ભારતની ધાર્મિક સંસ્કૃતિ અતિ પ્રાચીન અને ભવ્યને દિવ્ય છે આપણો સનાતન હિન્દુ ધર્મ સદીઓથી અનેક વિધર્મી આક્રમણ વચ્ચે ટકેલ છે આ સૃષ્ટીના સજનહાર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આપણા સનાતન ધર્મના મુખ્ય આરાધ્ય દેવ ગણાય છે અને તેની સમગ્ર દેશમાં વિવિધ જ્ઞાતિની પ્રજા વિવિધ નામે અને અલગ અલગ રીતે ખુબ જ ભાવ પ્રેમપૂર્વક પુજા અર્ચન કરે છે.

વર્ષના બાર માસમાં પવિત્ર શ્રાવણ માસે સમગ્ર દેશની પ્રજા ખુબ જ ભાવપૂર્વક દિવસ રાત શિવ શંભુ ભોળાનાથની ભક્તિ પુજા કરે છે સમગ્ર ભારતમાં શિવજીના બાર જયોતિલિંગ આવેલ છે (1) સોમનાથ- સૌરાષ્ટ્ર (2) મલ્લિકાજુન (આંધ્રપ્રદેશ) (3) મહાકાલેશ્વર(મધ્યપ્રદેશ) (4) ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ ઈન્દોર) (5) કેદારનાથ (ઉતરાખંડ) (6) ભીમાશંકર(મહારાષ્ટ્ર) (7) કાશી વિશ્વનાથ (ઉતર પ્રદેશ) (8) વૈધનાથ (મહારાષ્ટ્ર) (9) ત્રંબકેશ્વર (મહારાષ્ટ્ર- ગોદાવરી નદી કાંઠે) (10) નાગેશ્વર (ગુજરાત) (11) ધૃષ્ણેશ્વર(મહારાષ્ટ્ર) આ પૈકીનું ભુમીથી ખુબ જ દુર દરીયા કીનારે દક્ષીણમાં તામીલનાડુમાં આવેલ એક જયોતિલિંગ જે રામેશ્વરમ ટાપુ ઉપર છે મુખ્ય મંદિરનું પુરૂ નામ અરૂલમિગુ રામનાથ સ્વામિ મંદિર છે પણ આ જયોતિલિંગ દેશની પ્રજા ટુંકમાં રામનાથ સ્વામિ જયોતિલિંગ તરીકે ઓળખાય છે. આ સિવાય ભારતમાં સનાતન હિન્દુ ધર્મની 12 પ્રધાન દેવપીઠ આવેલ છે ભાવિકો માટે ધર્મયાત્રા માટે ઉતમ સ્થાન ગણાય છે.

(1) કામાક્ષી ( કાંજીવરમ- તામિલનાડું ) (2) ભ્રમરાંબા (શ્રી શૈલ- આંધ્રપ્રદેશ) (3) ક્ધયાકુમારી (તામિલનાડું) (4) અંબાજી ( ઉતર ગુજરાત) (5) મહાલક્ષ્મી ( કોલ્હાપુર- મહારાષ્ટ્ર) (6) મહાકાલ ઉજજૈન (મધ્યપ્રદેશ ) (7) લલિતા ( પ્રયાગરાજ- ઉતર પ્રદેશ) (8) વિંધ્યવાસિનિ (વિધ્યાચલ- ઉતરપ્રદેશ) (9) વિશાલાક્ષી (કાશી, ઉતપ્રદેશ ) (10) મંગલાવતી (ગંગા- બિહાર) (11) સુંદરી (અગસ્તલ ત્રિપુરા) (12) ગૃહેશ્વરી (ખટમંડુ - નેપાલ) દક્ષિણ ભારતમાં આવેલ લગભગ તમામ મંદિરો તેમની સ્થાપત્ય કળા અને લાજવાબ બાંધણી માટે દેશ- વિદેશમાં ખુબ જ પ્રખ્યાત છે.

રામનાથ સ્વામિ જયોતિલિંગનું અતિ ભવ્ય મંદિર પંદર એકરમાં પથરાયેલ છે અને ધર્મ શાસ્ત્રોના મને આ જયોતિલિંગ 12મી સદીમાં બંધાયું છે અને સમયાંતરે તેમાં સતત સુધારા વધારા થતા આવેલ છે અને થાય છે અંદાજે 50000ની જન સંખ્યા ધરાવતા રામેશ્વરમ ગામની પ્રજા માટે આ શીવધામ આજીવીકામાં મુખ્ય સ્ત્રોત છે ધાર્મિક પુરાન કથા મુુજબ શ્રી રામ વાનરોની વિશાળ સેના લઈ સીતામાતાને મુક્ત કરાવવા રામેશ્વરમ નજીકના ધનુષ્ય કોડીથી પથ્થરોના પુલ બનાવી રાવણની લંકા ઉપર આક્રમણ કરેલ ત્યારબાદ ની કથા ખુબ જ જાણીતી છે.

રાવણ અને તેની સમગ્ર સેનાને પરાજીત કરી રાવણનો વધ કરી શ્રી રામ સીતા માતાને મુક્ત કરી પરત અયોધ્યા ફરતા વળતા પ્રવાસે શ્રી રામ-સીતામાતા અને શ્રી હનુમાનજી સહીતનું લશ્કર રામેશ્વરમ ખાતે રોકાણ કરેલ આ સમયે શ્રી રામ અને માતા સીતાને અહેસાસ થાય છે કે રાવણ બ્રાહમણ હતો અને તેનો વધ કરવાથી પોતાને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલ છે જેથી તેના પ્રાશ્ચિત માટે શિવજીની ઉપાસના કરવાનો સંકલ્પ કરેલ તે શીવલીંગની સ્થાપના વિના મહાદેવની ઉપાસના શક્ય નથી એટલે શ્રી રામે હનુમાનજીને શીવલીંગ લેવા માટે કૈલાસ પવત મોકલે છે શીવલીંગ નીધારીત સમય સુધી શ્રી હનુમાનજી લઈને પરત ન આવતા મહુત સાચવવા સીતા માતા સમુદ્રની રેતીમાંથી શિવલીંગ બનાવે છે.

અને પુજાનો પ્રારંભ કરેલને શ્રી હનુમાનજી શીવલીંગ લઈ આવી પહોચે છે અને રેતીના શીવલીંગની પુજા થતી જોઈ શ્રી હનુમાનજી ખુબ જ નીરાશ થાય છે પોતાના પરમ ભક્ત શ્રી હનુમાનજીને નીરાશ અને ગુસ્સાને શાંત કરવા શ્રી રામે રેતીના શીવલીંગ પાસે જ શ્રી હનુમાનજી લાવેલ પથ્થરના શીવલીંગની સ્થાપના કરી બંને શીવલીંગ સમક્ષ પુજા-અર્ચના કરવા નીણય કરે છે જેથી હનુમાનજી જે શીવલીંગ લાવેલ તે શીવલીંગ વિશ્વલિંગમ તરીકે અને સીતા માતાજી રેતીનું સ્થાપેલ શીવલીંગ શ્રી રામ શીવલીંગ તરીકે ઓળખાય છે આજપણ રામેશ્વરમના મુખ્ય મંદિરમાં પ્રથમ પુજા શ્રી હનુમાનજી લાવેલ શીવલીંગ (વિશ્વલિંગમ)ની થાય છે.

આ મંદિરનો મુખ્ય દરવાજોે પૂવીય ગાયુષ્યનો મંદિરમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ગોપુરમ આવેલ છે જે નવા બાંધકામ છે આ મંદિરનું પૂવીય ગોપુરમ 173 ફુટ ઉંચુ છે જેથી ખુબ જ દુરથી પણ દેખાય છે આ સમગ્ર મંદિરની પરસાળ ખુબ જ સુંદરઅને ભવ્ય છે જે 12 થાંભલાઓનો ટેકાથી રચાયેલ છે અને આ પરસાળ 30 ફુટ ઉચી અને 13થી 21 ફુટ જેટલી પહોળી છે જે સમગ્ર દેશના અન્ય કોઈ મંદીરમાં આટલી વિશાળ પરસાળ નથી ધાર્મિક ગ્રંથોના ઉલ્લેખ પ્રમાણે આ શીવલીંગની 12 મી સદી સુધી અંક ઝુંપડીમાં સાધુઓની દેખરેખ નીચે પુજા પાઠને જાળવણી થતી પછીના સમયે શ્રી લંકાના રાજવી પરાક્રમે બાહુ આ શીવલીંગની આસપાસ ગર્ભગૃહનું નીમાણ કરાવેલ છે. અને હાલનું આ ભવ્ય જાજરમાન સ્થાપત્યવાળા મંદિરનું બાંધકામ અદાજે 14 મી સદીમાં રાજા ઉદયન શંભુપતિ મારફત થયેલ છે

આજે રામનાથ સ્વામિ મંદિરમાં કુલ રર તીર્થો આવેલ છે જેમાં કુવા હવન ખંડ આ મંદીરથી અંદાજે 200 મીટર જ દરીયો દુર છે. આ દરીયો ખુબ જ શાંત છે અને એવું કહેવાય છે શ્રીરામે આ દરીયાને શાંત કરી દીધેલ જેથી શ્રધ્ધાળુ આ અગ્નિ તીર્થના દરીયામાં સ્નાન કરે છે પુજા માટે આવેલ ભક્તોને અહીં ગર્ભગૃહમાં પ્રવેશની મનાઈ છે જેથી પુજારી મારફત જ પુજા વિધિ થાય છે.રામનાથ સ્વામીના અતિ વિશાળ મંદિરમાં અનેક મંદીરો છે વિષ્ણુ મંદિર ગણપતી મંદિર મહાલક્ષ્મી મંદિર નટરાજ મંદીર, હનુમાન મંદીર, વગેરેના દર્શન થાય છે રામેશ્વરમ ગામની આસપાસ કુલ 31 તીથો આવેલ છે જેથી આ સ્થાન હિન્દુસ્તાના ચાર ધામનું એક જણાવ છે. અહી આવેલ જોેવા જેવા મંદીરોનો ટુકુ ઈતિહાસ આ પ્રમાણે છે.

વિભીષણ તીથમાં આ મંદીરશ્રી રામ સીતાજી અને લક્ષ્મણ અને હનુમાનજીને અપીત છે કહેવાય છે કે રાવણના ભાઈ વિભીષણ આ જગ્યામાં શ્રીરામનું શરણ લીધેલું. અહીથી 75 કી.મી. દુર અહીં ત્રણ મંદિર પ્રખ્યાત છે ઉથીરા, કોશમંગાઈ, શીવ મંદિર તીરૂપલ્લાની અને નવગ્રહ મંદીર અને ભગવાન વિષ્ણુનું મંદીર ધનુષ્ય કોડી તીર્થ જે 18 કી.મી.ના અંતરે આવેલ છે આ સ્થળ સમુદ્ર પ્રોજેકટના કારણે જેથી ખુબ જ પ્રસિધ્ધ થયેલ આ પ્રવિત્ર સ્થળે શ્રીરામે રાવણની હત્યા બાદ પાપ માંથી મુક્ત થવા સ્નાન કરેલ એવી ધામીક લોક્વાયકા છે આ સ્થળનું મહાત્મ્ય ખુબ જ છે આ સ્થળથી ભાડુતની જમીન હદ પુરી થાય છે.જટાયુતીર્થ ધનુષ્ય કોડીથી પસ્ત આપતા આ ધાર્મિક સ્થળ રસ્તામાં આવે છે પક્ષીઓના રાજા જટાયુએ સીતા માતાને રાવણના હાથમાંથી મુક્ત કરાવવા યુધ્ધ કરેલ અને પક્ષી રાજા જટાયુએ જીવ ગુમાવેલભારતના અતિ લોકપ્રિય અને સન્માનીય પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી. જે. અબ્દુલ કલામનું નિવાસ સ્થાન પણ રામેશ્વર ગામમાં છે હાલમાં મકાનમાં એ કલામની જીવનયાત્રા દર્શાવતું મ્યુઝીયમ છે.

► સમગ્ર દેશના વિવિધ રાજયોમાં શિવના બાર જયોતિર્લિંગ સ્થપાયેલ છે તે પૈકી તામીલનાડુના રામેશ્વર ખાતે 12મી સદીમાં સ્થપાયેલ છે જે અતિ ભવ્ય અને દિવ્ય છે અને આ શિવધામ 15 એકરમાં પથરાયેલ છે.
► ધાર્મિક ઇતિહાસ મુજબ રામેશ્વરમાં બે શિવલિંગ શ્રી રામ હસ્તક સ્થાપેલ છે જેમાં શ્રી હનુમાનજી લાવેલ શિવલિંગની પ્રથમ પુજા થાય છે અને તેનું નામ વિશ્વલિંગમ શિવલિંગ છે.
► આ મંદિરમાં પૂર્વ અને પશ્ચીમ એમ બે ગોપુરમ (દ્વાર) આવેલ છે અને મંદિર 173 ફુટ ઉંચુ છે તેની પરસાળ અતિ ભવ્ય અને સુંદર છે રેકોર્ડ સર્જક કુલ 1212 થાંભલાના ટેકા વડે ઉભી છે આ પરસાળ 30 ફુટ ઉંચી અને 17થી ર1 ફુટ જેટલી પહોળી છે.
► શ્રી લંકાના રાજા શ્રી પરાક્રમ બાહુએ આ જયોતિર્લિંગ આસપાસ ગર્ભગૃહનું નિર્માણ કરાવેલ છે જેમાં વિવિધ રર તીર્થો આવેલ છે.
► ભારતના અતિ લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડો. અબ્દુલ જે. કલામનું મુળ નિવાસસ્થાન રામેશ્વરમ ગામમાં આવેલ છે. જે હાલ મ્યુઝીયમના રૂપે પ્રજા માટે ખુલ્લુ છે.


: આલેખન : તખુભા રાઠોડ
મો. 98242 16130


Related News

Loading...
Advertisement
Advertisement