સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા હર હર મહાદેવના નાદ સાથે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજાયો: ધર્મોલ્લાસ

11 August 2022 06:05 PM
Rajkot
  • સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા હર હર મહાદેવના નાદ સાથે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજાયો: ધર્મોલ્લાસ
  • સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા હર હર મહાદેવના નાદ સાથે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજાયો: ધર્મોલ્લાસ
  • સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા હર હર મહાદેવના નાદ સાથે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજાયો: ધર્મોલ્લાસ
  • સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા હર હર મહાદેવના નાદ સાથે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજાયો: ધર્મોલ્લાસ

હર ઘર તિરંગા અંતર્ગત વડાપ્રધાનની અપીલને એક અવાજે સ્વીકારી રાષ્ટ્રભાવના ઉજાગર કરતા ભુદેવો: રામભાઈ મોકરીયા

તમામ તળગોળના ભુદેવોએ એકીસાથે જનોઈ બદલાવી: તિરંગાનું વિતરણ કરાયું: યજ્ઞોપવિત વિધિમાં બેસનારા ભુદેવો તથા તેમના પરિવારને ફળાહારની નિ:શુલ્ક વ્યવસ્થા કરાઈ

રાજકોટ,તા.11
સમસ્ત બ્રહમસમાજ, રાજકોટના પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસમાં અનેક ધામિર્ક તહેવારો આવે છે ત્યારે રક્ષાબંધન એટલે કે શ્રાવણી પુનમના પાવન પર્વ ભુદેવો યજ્ઞોપવિત બદલાવે છે. ત્યારે સમસ્ત બ્રહમસમાજ, રાજકોટના ઉપક્રમે સમસ્ત ભુદેવો ઘ્વારા રાજકોટ ખાતેના રજપુતપરા 6 ખાતે આવેલ બ્રાહમણ બોડીંગના પટરાંગણમાં જનોઈ બદલાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના તમામ બ્રહમસમાજના તડગોળ(જ્ઞાતિ) પરિવારો સૌ સામુહિક જનોઈ બદલાવી છે.

ત્યારે આ તકે શ્રાવણી પુનમે ભુદેવો ઘ્વારા સામુહિક જનોઈ બદલાવવાના આ કાર્યક્રમમાં એક મંચ 52 શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો કશ્યપભાઈ શુકલ, દર્શિતભાઈ જાની, હસુભાઈ દવે, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ન્યુરોસર્જન ડો. હેમાંગભાઈ વસાવડા, કમલેશભાઈ જોષીપુરા, ભાવનાબેન જોષીપુરા, જૈમીનનભાઈ ઠાકર, હસુભાઈ દવે, ઋચિતાબેન જોષી, બીનાબેન આચાર્ય, આશાબેન ઉપાધ્યાય, પંકજભાઈ રાવલ, તેજશ ત્રિવેદી, વિજય જોષી, ડો.અતુલ વ્યાસ, જયેશભાઈ ઉપાધ્યાય, યોગેશભાઈ લહેરૂ, ધાત્રીબેન ભટ્ટ, સુરભીબેન, યજ્ઞેશભાઈ જોષી, પ્રદિપભાઈ ત્રિવેદી, ડો. કમલેશભાઈ જોષીપુરા, જીતુભાઈ મહેતા, પ્રદિપભાઈ ત્રિવેદી, ઉમેશભાઈ રાજ્યગુરૂ, શૈલેષભાઈ જાની પ્રશાંતભાઈ જોષી, નલીનભાઈ જોષી, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય,જીતુભાઈ ભટ્ટ તેમજ સમસ્ત બ્રહસમાજના 84 તરગોળો ના પ્રમુખો અને હોદેદારો

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.જેમાં ઔદીચ્ય ઝાલાવાડી બ્રહમસમાજ, રાજગોર બ્રહમસમાજ, ઘેલા રામજી બ્રહમસમાજ, ઔદીચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહમસમાજ સહીત તમામ નાના-મોટા તરગોળો ઉપસ્થિત રહયા હતા. અને આ બિન રાજકીય ભકિતસભર કાર્યક્રમમાં સમસ્ત ભુદેવો એકતાના દર્શન કરાવી ’એક સમાજ મજબુત સમાજ, ગર્વ સે કહો હમ બ્રાહમણ હે’ ના મંત્રને મુર્તિમંત કર્યો હતો. આ તકે ભુદેવોએ ધાર્મિક અને ભક્તિસભર વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત પુજન કરી ’હર હર મહાદેવ’ ના જય ઘોષ સાથે જનોઈ બદલાવી હતી ત્યારબાદ યજ્ઞોપવિત વિધિમાં બેસનાર ભુદેવો અને તેમના પરિવારજનોને ચાપાણી-ફળહાર ના મહાપ્રસાદની સંપૂર્ણ વ્યવસ્થા વિનામુલ્યે કરવામાં આવેલ.વિનામુલ્યે કરવામાં આવેલ.

આ તકે’હર હર મહાદેવ’ ના નારા સાથે ’હર ઘર તિરંગા’ અંતર્ગત તિરંગાનું વિતરણ કરાયું તેમજ ઉપસ્થિત બ્રહમઆગેવાનો ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ ને યાદ કરી દેશની આઝાદીની ઝંખનાની તમન્નામાં શહિદ થયેલા વિર પૂર્વજોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી ત્યારે રામભાઈ મોકરીયા જણાવેલ કે ભુદેવોએ ’હર ઘર તિરંગા, ઘર-ઘર તિરંગા’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અપિલને એક અવાજે સ્વીકારી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી છે. આ તકે કશ્યપભાઈ શુકલ અને દર્શિતભાઈ જાનીએ જણાવેલ કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ’હર ઘર તિરંગા’ ની અપિલને સાર્થક કરવા ભુદેવોએ તિરંગા લહેરાવી દેશભકિતની ભાવના ઉજાગર કરી હતી અને શ્રાવણી પર્વમાં તિરંગા ફરકયા અને ભુદેવો રાષ્ટ્રભકિતના રંગે રંગાયા હતા. આ તકે નિતીન ભારધ્વાજ અને ડો. જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવેલ કે ભુદેવોને તિરંગા વિતરણ કરાયા હતા અને ’હર હર મહાદેવ, ના નાદ સાથે ’હર ઘર તિરંગા’ નો નાદ લગાવી રાષ્ટ્રપ્રેમની ભાવનાને પ્રબળ બનાવાઈ હતી.

આ તકે બીનાબેન આચાર્યએ જણાવેલ કે સંસ્કૃતીની પહેચાન મુજબ પાંચ વર્ષથી લઈ 85 વર્ષ સુધીના ભુદેવોએ પરંપરાગત જનોઈ બદલાવી શ્રાવણી પર્વને યાદગાર બનાવ્યો છે. આ તકે ડો. હેમાંગભાઈ વસાવડાએ જણાવેલ કે સાંપ્રત સમયમાં બ્રહમએકતા ખુબ જરૂરી છે ત્યારે ’જયા બ્રાહમણ ત્યાં હું’ ની ભાવનાએ ઉજાગર કરીએ. આ તકે ડો.પ્રદિપ ત્રિવેદીએ જણાવેલ કે શ્રાવણી પર્વમાં ભકિતસભર વાતાવરણમાં શાસ્ત્રોકત વિધિની સાથે રાષ્ટ્રગાન ગાઈ ભુદેવોએ રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવી છે. આઝાદીનો અમૃત મહોત્સવ બ્રહમસમાજે સંકલ્પ કરીને 1857ના વિપ્લવના પ્રથમ શહિદ મંગલ પાંડે થી લઈ અત્યાર સુધી દેશ માટે શહીદ થનારા કાંતિવીરોને આ કાર્યક્રમમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે તમામ રાજકીય અને સામાજીક પક્ષોના બ્રહમઆગેવાન પ્રથમ વખત એકીસાથે મંચ પર દૃશ્યમાન થયા હતા. અને વેદોકત મંત્રોચ્ચારની સાથે રાષ્ટ્રગાન થી કાર્યક્રમનું સમાપન થયું. ત્યારે સમસ્ત બ્રહમસમાજ, રાજકોટના આ ધાર્મિક કાર્યક્રમના પ્રચાર પ્રસારની વ્યવસ્થા જયંતભાઈ ઠાકર અને હરેશભાઈ જોષીએ સંભાળી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement