ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' પર ભડકી ઉઠ્યો ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસર : કહ્યું ભારતીય આર્મી અને શિખોનું અપમાન, બોયકોટ કરવા કરી અપીલ

11 August 2022 06:21 PM
Entertainment
  • ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' પર ભડકી ઉઠ્યો ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસર : કહ્યું ભારતીય આર્મી અને શિખોનું અપમાન, બોયકોટ કરવા કરી અપીલ

મુંબઈ : આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' પર શરૂ થયેલો વિવાદ શાંત થઈ રહ્યો નથી. સોશિયલ મીડિયા પર બાયકોટની માંગ વચ્ચે ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. તેને લઈને ભારતીય મૂળના પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટર મોન્ટી પાનેસરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેનું માનવું છે કે આમિર ખાનની આ ફિલ્મ ભારતીય સેના અને શીખોનું અપમાન કરે છે.

તેણે બે ટ્વીટ કરતા ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરી છે. તેણે પ્રથમ ટ્વીટમાં લખ્યું- ફોરેસ્ટ ગંપ અમેરિકી સેનામાં ફિટ બેસે છે, કારણ કે અમેરિકા વિયતનામ યુદ્ધ માટે જરૂરીયાતોને પૂરી કરવા માટે ઓછા આઈક્યૂ પુરૂષોની ભરતી કરી રહ્યું હતું. આ ફિલ્મ ભારત સશસ્ત્ર દળો ભારતીય સેના અને શીખો માટે પૂર્ણ અપમાન છે. અપમાનજકન! શરમજનક.

તેમણે બીજા ટ્વીટમાં લખ્યું- લાલ સિંહ ચડ્ઢામાં આમિરે ઓછા આઈક્યૂવાળા વ્યક્તિનું પાત્ર નિભાવ્યું છે. 'લાલ સિંહ ચડ્ઢા' 'ફોરેસ્ટ ગમ્પ' (1994મા આવેલી હોલીવુડ ફિલ્મ) ની રિમેક છે. આ અપમાનજનક. શરમજનક. #BoycottLalSinghChadda #BoycottLaalsingh. એટલું જ નહીં તેણે અન્ય એક ટ્વીટ કર્યુ, જેમાં તેણે ફરી ફિલ્મને બાયકોટ કરવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે પાનેસરે ઈંગ્લેન્ડ માટે 50 ટેસ્ટમાં 167 અને 26 વનડેમાં 24 વિકેટ ઝડપી છે. તે ટ્વિટર પર ભારત અને ભારતીય ટીમ વિશે ખુલીને પોતાની વાત રાખે છે અને વિચાર રજૂ કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement