આખી હોટલ આગમાં લપેટાઈ : જામનગરના સિક્કા પાસે આવેલી હોટલ એલન્ટોમાં ભીષણ આગ : અનેક લોકો દાઝ્યા

11 August 2022 09:42 PM
Jamnagar Saurashtra
  • આખી હોટલ આગમાં લપેટાઈ : જામનગરના સિક્કા પાસે આવેલી હોટલ એલન્ટોમાં ભીષણ આગ : અનેક લોકો દાઝ્યા

સમગ્ર હોટલ અગન જ્વાળાથી ઘેરાઈ ગઈ હતી, ફાયર સ્ટાફને અંદર જવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી : જામનગર - સિક્કાથી અનેક 108 એમ્બ્યુલન્સો દોડાવાઈ : ઇમરજન્સી ફાયર કોલ જાહેર થયો હતો

જામનગર:
જામનગરના સિક્કા પાસે આવેલી હોટલ એલન્ટોમાં ભીષણ આગ લાગી હતી. અનેક લોકો દાઝ્યા હોવાની માહિતી મળી હતી. પ્રથમ 30 જેટલા લોકો ફસાયેલા હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી જોકે બાદમાં તમામ સહી સલામત હોવાની માહિતી મળી છે. જોકે આખી હોટલ આગમાં લપેટાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ રાત્રે 8.30 વાગ્યા આસપાસ સિક્કાના પાટિયા પાસે સિક્કા અને ખાવડીની વચ્ચે આવેલી હોટલ એલન્ટોમાં અચાનક આગ લાગી હતી. જે અંગે જાણ થતાં સિક્કાથી ફાયર બ્રિગેડ દોડી ગયું હતું. જોકે જોત જોતામાં જ આગે આખી હોટલને પોતાની લપેટમાં લઈ લીધી હતી. વિકરાળ આગના કારણે હોટલમાં રોલયેલા લોકો અને હોટલ સ્ટાફ બહાર દોડ્યો હતો. જોકે અમુક લોકો ફસાઈ ગયા હોવાનું અનુમાન હોટલ સ્ટાફે વ્યક્ત કર્યું હતું. આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો થયા હતા પણ શરૂઆતમાં હોટલમાં જઈ શકાય તેવી સ્થિતિ જ નહોતી, એટલી વિકરાળ આગ હતી. આ દરમિયાન ઇમરજન્સી ફાયર કોલ જાહેર કરાયો હતો અને આસપાસનાના શહેરોમાંથી ફાયર ટિમો દોડાવાઈ હતી. જામનગરથી પણ ફાયરનો તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. આ બાજુ અનેક 108 એમ્બ્યુલન્સ પણ દોડાવાઈ હતી. કારણે કે ઉપર ફસાયેલા લોકો લગભગ ત્રીસેક જેટલા હોવાનું હોટલ સ્ટાફનું માનવું હતુ. જોકે બાદમાં કોઈ ફસાયું ન હોવાની માહિતી અપાઈ હતી.

બીજી બાજુ ફાયર કોલ જાહેર થતાં રિલાયન્સ, એસ્સાર, જીએસએફસી સહિતના કંપની યુનિટોના ફાયર સ્ટાફની પણ મદદ લેવાઈ હતી. આખી હોટલ આગમાં આવી ગઇ હતી જેથી મોટું નુકસાન થયું છે. આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠવાઈ હતી. 108, ફાયર ફાઈટર, પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા.

હોટલ બહાર પડેલી એક કાર સળગીને ખાખ થઇ ગઈ હતી. ઉપરાંત હોટલના પાર્કિંગમાં રહેલા અન્ય વાહનોને પણ આગની લપેટ લાગી હતી. હોટલની અંદરની તમામ ચીજ વસ્તુઓ આગમાં હોમાઈ ગઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.

Related News

Loading...
Advertisement
Advertisement