શિવ મંદિરમાં કાચબાની પ્રતિમા શા માટે ?

12 August 2022 10:47 AM
Dharmik
  • શિવ મંદિરમાં કાચબાની પ્રતિમા શા માટે ?

શિવની સાથે નંદીગણની પુજા કરવામાં આવે છે તો કાચબાની પુજા પણ થાય છે. કાચબો તો એક પ્રાણી છે પરંતુ કુદરતની દરેક રચનામાં કોઇ ન કોઇ વિશેષતા તો છુપાયેલ હોય છે. સમેટવાની અથવા તો વિસ્તારને સંકીર્ણ કરવાની શકિતનું પ્રતિક કાચબો છે. કાચબાની ચાલ ધીમી છે પરંતુ સારમાં સમાવવાની અજોડ શકિત તેનામાં છે. જરૂર હોય ત્યારે જ તે પોતાની કર્મેન્દ્રીયોને ખોલે છે કે વિસ્તાર કરે છે. કાર્ય પૂર્ણ થતા જ તે પોતાની કર્મેન્દ્રીયોને સમેટી લે છે. સંકીર્ણ કરી લે છે.

તેમનું ઉપરનું કવચ એટલું ટાઇટ અને મજબુત હોય છે જે તેમના માટે સુરક્ષા કવચ બની જાય છે. કાચબો સ્વયં સ્વયંની રક્ષા કરી લે છે. આમ તેની ચાલ ધીમી પરંતુ તે નીડર, નિર્ભય બની ખંતથી અને દબદબાભેર જીવન પસાર કરે છે. સમસ્ત જગતમાં જગતના નાથ શિવ પરમાત્મા એકને જ પોતાનું શરીર નથી માટે તે સંસારના સાર રૂપ છે. જયારે તે બ્રહ્મા પર સવારી કરે છે ત્યારે વિસ્તાર પણ કરે છે. કર્મેન્દ્રીયોનો ઉપયોગ પણ કરે છે અને પોતાનું કાર્ય પૂર્ણ થતા જ સેક્ધડમાં સમેટીને વિસ્તારને સારમાં સમેટી લે છે.

વિશ્વ રચયિતા સૃષ્ટિ નાટકના ડાયરેકટર શિવ પરમાત્મા પણ સર્વ મનુષ્યોને સમજાવી રહ્યા છે- આ સંસાર એક કર્મક્ષેત્ર છે અને આ સૃષ્ટિ એક રંગમંચ છે. અને સર્વ મનુષ્યો તે કર્મક્ષેત્ર પર રંગમંચના પાર્ટધારી છે અને આથી પોતાનો પાર્ટ પ્લે કરવો અર્થાત કર્મ, કાર્ય કરવું તે સૌની ફરજ છે. અને દરેકને પોતાનું શરીર પણ કર્મ કરવા અથવા અર્થે છે તો આ ધરતી પણ કર્મક્ષેત્ર રૂપે મળેલ છે. જેના પર શુભ સંકલ્પરૂપી બીજ વાવીએ અને પરમાત્મા યાદમાં પ્રકાશ તેમજ જ્ઞાનરૂપી ખાદ્ય દ્વારા શકિતશાળી ફળો જરૂર પ્રાપ્ત કરીએ એટલે કે કર્મેન્દ્રીયોનો ઉપયોગ કરીએ, કર્મ સાથે સંબંધ પણ રાખીએ પરંતુ કર્મેન્દ્રીયોને વશીભૂત થઇને નહીં પરંતુ કાચબાનું પ્રતિકની જેમ કાર્ય પુરૂ થતાં જ તે કર્મેન્દ્રીયને સમેટી લેવી જેથી કરેલું કર્મ બંધન ન બને.

બે કાર્યની વચ્ચે થોડી ક્ષણો માટે પણ શિવચિંતન, સ્વચિંતન, સ્વદર્શન કરવાથી આત્મારૂપી બેટરી ચાર્જ થશે તો સ્વયંને સુરક્ષા કવચ પણ મળશે તો વળી આ મોબાઇલરૂપી શરીર અને તેની ‘કી’ આ તેની કર્મેન્દ્રીયો છે તેની પાસેથી સુંદર અને જરૂરી કામ લઇ શકાય છે. ઘડી ઘડી આ રીતે કાચબાની જેમ મન બુધ્ધિથી અંદર (અંતર) જગત તરફ પ્રયાણ કરીએ. આ અંતર જગતની યાત્રા જ બાહ્ય જગતના ડર, ભયથી મુકિત અપાવે છે. અર્થાત નિર્ભયતા અને નીડરતા મળે છે. તો શિવ પરમાત્માની આ સહજ, સરળ શિક્ષાની યાદગાર પ્રતિક સ્વરૂપે શિવ મંદિરમાં કાચબાની પુજા થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement