કચ્છમાં મેઘકૃપા : માંડવી-પોરબંદરમાં 3, કોડીનાર-લાલપુરમાં 2 ઇંચ

12 August 2022 11:15 AM
kutch Rajkot Saurashtra
  • કચ્છમાં મેઘકૃપા : માંડવી-પોરબંદરમાં 3, કોડીનાર-લાલપુરમાં 2 ઇંચ

શ્રાવણ માસમાં કુદરતનો જલાભિષેક : ભુજ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવો-ભારે વરસાદ: સતત વાદળીયું વાતાવરણ

રાજકોટ, તા. 12
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત મેઘસવારી ચાલુ રહેવા પામી છે અને છેલ્લા ર4 કલાક દરમ્યાન 0.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે. ગઇકાલે ખાસ કરીને કચ્છમાં સારો વરસાદ થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે કચ્છના માંડવી ખાતે 3, નખત્રાણામાં દોઢ તથા મુંદ્રામાં સવા, લખપત-ભચાઉમાં 1 અને અબડાસામાં સવા ઇંચ વરસાદ પડવા પામ્યો હતો.

આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં પણ 1 થી 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. જેમાં પોરબંદર શહેરમાં ગઇકાલે ધોધમાર 3 ઇંચ, કુતિયાણામાં દોઢ ઇંચ અને રાણાવાવમાં 1 ઇંચ વરસાદ પડવા પામ્યો હતો. તેમજ મોરબીનાં ટંકારા ખાતે અર્ધો ઇંચ, જામનગર જિલ્લાનાં ધ્રોલ-જોડિયામાં એક-એક ઇંચ અને લાલપુરમાં 2 ઇંચ, વરસાદ છેલ્લા 24 કલાક દરમ્યાન વરસી ગયો હતો.

તથા દ્વારકા અને કલ્યાણપુરમાં પણ અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો. દરમ્યાન જુનાગઢ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન એકથી પોણા બે ઇંચ, વરસાદ પડયો હતો. છેલ્લા 24 કલાક દરમ્યાન માણાવદરમાં પોણા બે ઇંચ, વિસાવદરમાં 1, માળીયામાં દોઢ અને કેશોદ ખાતે 1 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે.

જયારે ગીર સોમનાથ જિલ્લામાં પણ 0.5 થી 2 ઇંચ પાણી વરસ્યુ હતું. જેમાં સુત્રાપાડામાં 2, વેરાવળમાં 1.5 ઇંચ અને કોડીનારમાં 0.5 ઇંચ વરસાદ પડયો હતો. તથા અમરેલીનાં ખાંભા અને રાજુલામાં પણ અર્ધો-અર્ધો ઇંચ વરસાદ પડયો હતો અને ભાવનગરનાં મહુવા ખાતે 0.5 ઇંચ તેમજ રાજકોટ જિલ્લામાં 0.5 થી 1 ઇંચ વરસાદ પડયો હતો.

જેમાં લોધિકામાં 1, પડધરીમાં પોણો, ધોરાજી અને જામકંડોરણામાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત છેલ્લા 24 કલાક મા ઉપલેટામાં એક ઇંચ વરસાદ પડે છે તાલુકાના ગામડાઓમાં ગઈકાલે મોટી પાનેલીમાં બે એચ ભાયાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયેલ જ્યારે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બેથી એક ઇંચ વરસાદ પડ્યાના સમાચાર મળે છે.

ઉપલેટા તાલુકાના મોજ ડેમ ઉપર 24 કલાક દરમિયાન 20 મીલીમીટર વરસાદ પડેલ છે મોજ ડેમ ઉપર કુલ વરસાદ 625 મિલીમીટર થયેલ છે જ્યારે તાલુકાનાવેણુ ડેમ ઉપર 24 કલાક દરમિયાન 15 વરસાદ પડેલ છે 350 મિલીમીટર થયેલ છે ડેમનું એક પાટિયું છ ઇંચ ખુલ્લુ રાખવામાં આવેલ છે વેચાણ વર્ગ રામોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement