‘લાલસિંહ ચઢ્ઢા’ની ધીમી શરૂઆત: પહેલા દિવસે માત્ર 12.50 કરોડનો બિઝનેસ

12 August 2022 11:57 AM
Entertainment
  • ‘લાલસિંહ ચઢ્ઢા’ની ધીમી શરૂઆત: પહેલા દિવસે માત્ર 12.50 કરોડનો બિઝનેસ

ફિલ્મને બોયકોટ નડી ગયો? : આવનારી તહેવારોની રજામાં ‘લાલસિંહ ચઢ્ઢા’ ઝડપથી દોડે તેવી આશા

મુંબઇ : આમિર ખાનની ખૂબ રાહ જોવાયેલી ફિલ્મ આખરે સિનેમા હોલમાં પ્રદર્શિત થઇ છે. આ ફિલ્મને લઇને અગાઉ કયાસ કાઢવામાં આવ્યા હતા કે, આ ફિલ્મને સારું ઓપનીંગ મળશે પરંતુ પહેલા દિવસનું ફિલ્મનું કલેકશન આમિર ખાનની છેલ્લા 13 વર્ષની ફિલ્મો કરતા ઘણું ઓછું રહયું છે.લાલસિંહ ચઢ્ઢા થી આમિરે ચાર વર્ષના બ્રેક બાદ રૂપેરી પરદે એન્ટ્રી કરી છે.

આ ફિલ્મનું કલેકશન અક્ષયકુમારની બચ્ચન પાંડે કરતા પણ ઓછું છે. ખબર છે કે, આ ફિલ્મ આમિર ખાન માટે દુ:સ્વપ્ન બની રહેશે. કારણકે, ફિલ્મનો પ્રોડયુસર ખુદ આમિર છે. લાલસિંહ ચઢ્ઢાનું એડવાન્સ બુકીંગ પણ સ્લો રહયું હતું. ફિલ્મે મહાનગરમાં તો સારું પર્ફોર્મન્સ કર્યુ પણ નાના શહેરોમાં ઘણું ઓછું કલેકશન રહયું છે.

ફિલ્મ દેશભરના 3500 સ્ક્રીનમાં રિલીઝ થઇ હતી અને પહેલા દિવસ 11 કરોડથી 12.50 કરોડની વચ્ચેનો બિઝનેસ કર્યો છે. જેમાંથી 6 કરોડની આસપાસ કમાણી પીવીઆર, આઇનોકસ અને સિનેપોલિસ જેવી સિનેમા ચેનથી થઇ છે. બાકી કમાણી સિંગલ થિયેટર અને અન્ય મલ્ટીપ્લેકસમાંથી થઇ છે. હજુ લાંબુ વીક છે. આવનારા દિવસોમાં ફિલ્મ ગતિ પકડી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement