મુંબઈમાં હિરોઈન બનવા માંગતી યુવતીનું યૌન શોષણ કરનાર શેરદલાલની ધરપકડ

12 August 2022 11:59 AM
India Maharashtra
  • મુંબઈમાં હિરોઈન બનવા માંગતી યુવતીનું યૌન શોષણ કરનાર શેરદલાલની ધરપકડ

હોટેલમાં યુવતીને ડીનર પર બોલાવી છેડતી કર્યાનો આરોપ: ધરપકડ બાદ આરોપીનો જામીન પર છૂટકારો: પોલીસ જામીન રદ કરવા માંગ કરશે

મુંબઈ તા.12 : ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ આપી એક સંઘર્ષ કરતી યુવતીનું યૌન શોષણ કરનાર એક શેરદલાલ વિરૂદ્ધ યુવતીએ પોલીસમાં ફરીયાદ કરી છે. આરોપી શેરદલાલ જિજ્ઞેશ મહેતાએ એક સંઘર્ષ કરતી યુવતીને કહ્યું હતું કે તે બોલીવુડના અનેક નિર્માતાઓને ઓળખે છે અને તેને ફિલ્મોમાં કામ અપાવશે.

ત્યારબાદ તેણે 5 ઓગસ્ટે સાંજે હોટેલના એક રૂમમાં ડીનર માટે બોલાવી હતી. એમઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ મહેતાએ ત્યારે પીડીતાનું યૌન શોષણ કરવા કપડા ઉતારવાની કોશીશ કરી હતી અને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.આ દરમ્યાન મહેતાનો મિત્ર પણ હાજર હતો. પીડીતાએ આ હરકતનો વિરોધ કર્યો અને મદદ માટે બુમ પાડવા લાગી હતી.

તેની ચીસ સાંભળીને હોટેલના કર્મચારીઓ પીડીતાની મદદ માટે દોડી આવ્યા હતા અને તેને બચાવી હતી. હોટેલનાં કર્મચારીઓએ દોડીને આરોપી શેરદલાલને દબોચી લીધો હતો અને અંધેરી પોલીસને સોંપી દીધો હતો.તેને કોર્ટમાં રજુ કરાયો હતો પણ તેને જામીન મળી જતા છોડી દેવાયો હતો મહેતા સામે વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement