હિંગોળગઢથી ત્રણ કિ.મીના અંતરે આવેલું દર્શનીય બિલેશ્વર મંદિર

12 August 2022 12:43 PM
Jasdan
  • હિંગોળગઢથી ત્રણ કિ.મીના અંતરે આવેલું દર્શનીય બિલેશ્વર મંદિર

(નરેશ ચોહલીયા જસદણ) જસદણ,તા.12
સૌરાષ્ટ્રનો પાંચાળ પંથક એટલે જસદણ, વિંછીયા, પાળીયાદ, થાનગઢ, ચોટીલા, તરણેતર અને સરધારની ધાર સુધી ગણાય છે. જ્યાં ખડ, પાણી અને ખાખરાની પ્રાકૃતિક કુદરતી હરીભરી ભોમકા અને તેમાંય ભાદરનું મૂળ પણ મદાવાના ડુંગરેથી નીકળીને એક વહેણ આટકોટ-જેતપુર થઈને પોરબંદર સુધી જાય છે. જ્યારે બીજું વહેણ સુક ભાદર રાણપુર થઈને ભાલમાં ભળી જાય છે. જ્યારે ત્રીજું વહેણ મચ્છુ નદીના મોરબીને મળી સૌરાષ્ટ્ર-કચ્છનો સમન્વય સાધે છે એવી આ ધરતી પર હિંગોળગઢથી માત્ર 3 કી.મી. દુર ચોમેર બિલીના ઘટાટોપ વૃક્ષો વચ્ચે બિરાજમાન બિલેશ્વર મહાદેવ મંદિર લાખો ભાવિકો માટેનું આસ્થાનું કેન્દ્ર છે. અહી દાયકાઓથી શ્રાવણ માસમાં બિલેશ્વર મહાદેવના મંદિરે શિવભકતોનો અવિરત પ્રવાહ વહે છે. જ્યારે બીજી તરફ ચોમેર ફેલાયેલી હરિયાળી વચ્ચે ઝરણાની જેમ વરસાદી પાણી વહે છે અને ભક્તો વહેતા ઝરણામાંથી પસાર થઈને બિલેશ્વર મંદિર ખાતે પહોંચે છે અને પોતાનું નતમસ્તક નમાવી ધન્યતા અનુભવે છે.


Loading...
Advertisement
Advertisement