બગસરા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સીયારામ ગૌ શાળા ખાતે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

12 August 2022 12:49 PM
Botad
  • બગસરા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સીયારામ ગૌ શાળા ખાતે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

બગસરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણી પૂનમ નિમિત્તે સીયારામ ગૌશાળા ખાતે શાસ્ત્રોત વિધિ અનુસાર જનોઈ બદલવાના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બગસરાના બ્રહ્મ પરિવારના યુવાનો જોડાયા હતા. પાઠવવા માટે સ્વામિનારાયણ મંદિર બગસરા ના સંતો તથા રામદેવપીરના મંદિર બગસરા ના મહંત ઉપસ્થિત રહ્યા હતા. બગસરા બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પંડ્યા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ મહેશભાઈ વ્યાસ મંત્રી રાજુભાઈ બામટા દ્વારા આજના પવિત્ર દિવસે ગૌ પૂજન પણ કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ બગસરા દ્વારા બગસરાના તમામ બ્રહ્મ પરિવાર માટે સમાજની વાડી ખાતે પ્રસાદનું આયોજન કરાયું હતું.( તસવીર સમીર વિરાણી બગસરા)


Loading...
Advertisement
Advertisement