અંજાર કળશ સર્કલથી સીનુગ્રાના માર્ગ પર ભારે વાહનો ક્યારે બંધ થશે?

12 August 2022 01:58 PM
kutch
  • અંજાર કળશ સર્કલથી સીનુગ્રાના માર્ગ પર ભારે વાહનો ક્યારે બંધ થશે?

(ગની કુંભાર)
ભચાઉ તા.12
અંજાર કળશ સર્કલ થી જનરલ હોસ્પિટલ થી નાગલપુર, સીનુંગ્રા ચાપલમાં સુધી કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકવા આવ્યો છે. અંજાર પોલીસ અને આર ટી ઓ. તેમજ ખનીજ ખાતાં ની મીઠી નજર હેઠળ અંજાર થી લઈને સીનુંગ્રા સુધી ઓવર લોડિગ ટ્રકો તેમજ ગેરકાયદેસર ખનીજ ભરેલ ભારે વાહનો ચાલે છે એવું પ્રતીત થાય છે.

જ્યારે આ ઓવર લોડિગ વાહનો રસ્તા ઉપર ખરાબ થાય છે ત્યારે જાહેર રસ્તા ઉપર ખનીજ ખાલી કરી મુકવામાં આવે છે,જેથી અનેકવાર મોટા ભાગે ટ્રાફિક જામ થઈ જાય છે જેના કારણે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સને આવવું પણ મુશ્કિલ પડી જાય છે, આ રસ્તા ઉપર અનેક શાળાઓ આવેલ છે અને ભારે વાહનોના કારણે આ રસ્તા ઉપર અનેકવાર ભયાનક એક્સિડન્ટ પણ થયેલ છે.

જેમાં અનેક યુવાનો. બાળકો.મહિલાઓ અને લોકોએ જીવ ગુમાવ્યો છે જેથી, જાહેરનામાં નું વહીવટી તંત્ર ને અમલ કરાવી ને આ રસ્તા ઉપર ચાલતા ભારેવાહનો ને તાત્કાલીક ધોરણે સંપૂર્ણ બંદ કરાવવામાં આવે એવી રજુઆત કચ્છના ઇન્સાફ સંગઠનના પ્રમુખ રોશનઅલી સાંધાણીએ કલેક્ટરને કરી છે.


Loading...
Advertisement
Advertisement