કચ્છના મુસ્લિમ સમાજને ઘર પર ત્રિરંગો લહેરાવવા મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાની અપીલ

12 August 2022 01:59 PM
kutch
  • કચ્છના મુસ્લિમ સમાજને ઘર પર ત્રિરંગો લહેરાવવા મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાની અપીલ

(ગની કુંભાર) ભચાઉ તા.12 : દેશની આઝાદીના 75મા વર્ષે ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના નારા સાથે અભિયાન હાથ ધરાયું છે. કચ્છના મુસ્લિમ સમાજના અગ્રણીએ પોતાના ઘર પર તિરંગો લહેવવા મુસ્લિમ સમાજને અપીલ કરી છે. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે, ભારત છોડોનો નારો યુસુફ મહેરઅલીએ આપ્યો. જય હિન્દ આબિદ હસન સાફરાની, તરાનાએ હિન્દ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા અલ્લામા ઇકબાલે લખ્યું હતું. ઇન્કલાબ જિંદાબાદનો નારો હસરત મોહાનીએ આપ્યો હતો. તિરંગાનું જે રૂપ આપણે આજે જોઇએ છીએ તે રૂપ સુરૈયા તૈયબે આપ્યું છે. માદરે વતન ભારત કી જય 1857માં અઝીમ ઉલ્લાહ ખાને નારો આપ્યો હતો. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમેં હૈ એવું 1921માં બિસ્મિલ અજીમાબાદીએ લખ્યું હતું.


Loading...
Advertisement
Advertisement