પહેલા દિવસે અક્ષયકુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ને ઠંડો આવકાર

12 August 2022 03:12 PM
Entertainment
  • પહેલા દિવસે અક્ષયકુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ને ઠંડો આવકાર

મુંબઇ લાગે છે કે લોકો પર બોલીવુડનો પ્રભાવ ઘટી ગયો છે. લોકોનો ફિલ્મમાં રસ ઘટી ગયો છે કે, ફિલ્મો દમ વગરની બને છે ? આમિર ખાનની રજુ થયેલી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનું ઓપનીંગ કલેકશન ઠંડુ રહયું તો અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ રક્ષાબંધનને પણ પહેલા દિવસે ઠંડો આવકાર મળ્યો છે. રક્ષાબંધનનું પહેલા દિવસનું બોકસ ઓફિસ લાલસિંહ ચઢ્ઢા કરતા પણ ઓછું એટલે કે 8.70 કરોડનું કલેકશન રહયું છે. જો કે આ બંને ફિલ્મોને આગામી તહેવારની રજાઓમાં પ્રેક્ષકો મળવાની આશા છે. અક્ષયકુમારની ફિલ્મ રક્ષાબંધન એડવાન્સ બુકીંગમાં અમિરખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાથી પાછળ રહી હતી. રક્ષાબંધનને રક્ષાબંધનના દિવસે રજુ કરવાનો હેતુ એ પણ હતો. વધુને વધુ લોકો સિનેમા હોલમાં આવે પણ આ આશા ઠગારી નીવડી છે. રિપોર્ટનું માનીએ તો રક્ષાબંધન ફિલ્મ જોવા પહેલા દિવસે અપેક્ષા કરતા માંડ 12 ટકા લોકો આવ્યા. આથી લાગે છે કે ફિલ્મને બોકસ ઓફિસ પર ટકવા પડકારોનો સામનો કરવો પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement