‘રક્ષાબંધન’: અક્ષયકુમારનો ઈમોશનલ ફેમિલી ડ્રામા

12 August 2022 05:27 PM
Entertainment India
  • ‘રક્ષાબંધન’: અક્ષયકુમારનો ઈમોશનલ ફેમિલી ડ્રામા

ફિલ્મ હસાવે છે અને આંખો ભીની પણ કરે છે

મુંબઈ: ‘અતરંગી રે’ બાદ ડાયરેકટર આનંદ એલ. રાય અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ‘રક્ષાબંધન’ લઈને આવ્યા છે. આ ફિલ્મ ભાઈ-બહેનના સંબંધો પર આધારિત છે. બેશક, ભાઈ-બહેન સંબંધો આધારિત ફિલ્મ ઘણા વર્ષો બાદ આવી છે.

ફિલ્મની કથાની ઝાંખી કરીએ તકે જૂની દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં લાલ, કેદારનાથ (અક્ષયકુમાર)ની ચાટની દૂકાન છે, જે બાપ-દાદાના જમાનાથી પ્રેગનન્ટ સ્ત્રીઓને છોકરો પેદા કરનારી પાણીપુરી ખવડાવવા માટે ફેમસ, બીજી બાજુ કેદારનાથે પોતાની મરતી માતાને વચન આપ્યું હતું કે તે પોતાની ચાર બહેનોના લગ્ન કરાવ્યા બાદ જ પોતાની બાળપણની સાથી સપના (ભૂમિ પેડનેકર) સાથે લગ્ન કરશે.

પરંતુ બેન્કના કરજમાં ડૂબેલા કેદારનાથને બહેન માટે દહેજ ભેગુ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શું કેદારનાથ તેની બહેનોના લગ્ન કરાવી શકશે? શું તેને બાળપણની મિત્ર સપનાનો પ્રેમ મળશે? એ જાણવા ફિલ્મ જોવી રહી.

નિર્દેશકે ફિલ્મના બહાને દહેજ પ્રથા પર પ્રહાર કરવાની કોશિષ કરી છે ફિલ્મમાં ભાઈ-બહેન વચ્ચે હંસી મજાકથી માંડીને દુ:ખ સુધીના બધા ઈમોશન્સનો વઘાર થયો છે. આ ફિલ્મ રડાવે છે અને હસાવે પણ છે.

ફિલ્મનો પ્રથમ હાફ સ્લો છે, સેકન્ડ હાફમાં ફિલ્મને ફટાફટ સમેટી લીધી છે. કેટલીય જગ્યાએ સ્ક્રીપ્ટ દર્શકને જકડી રાખવામાં નિષ્ફળ રહે છે. અક્ષય કુમારે પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો છે. ફેમિલી સાથે જોવા જેવી આ ફિલ્મ એવરેજ છે.


Related News

Loading...
Advertisement
Advertisement