KBC માં બિગ બીની કબૂલાત: મેં પણ સિવિલ પરીક્ષાઓ આપેલી પણ દર વખતે ફેલ થયો

12 August 2022 05:33 PM
Entertainment India
  • KBC માં બિગ બીની કબૂલાત: મેં પણ સિવિલ પરીક્ષાઓ આપેલી પણ દર વખતે ફેલ થયો

► સારું થયું અમિતાભ સિવિલ સર્વીસની પરીક્ષામાં ફેલ થયા!

► બચ્ચને સ્પર્ધક ડે. કલેકટરને કહ્યું-તમે સરકાર છો, કન્ટેસ્ટન્ટે જવાબ આપ્યો- ‘સરકાર’ તમે છો!

મુંબઈ: પોતાના અવાજ અને અભિનય અને અસાધારણ પ્રતિભાથી સફળતાના શિખરે બિરાજમાન અમિતાભ બચ્ચને કેબીસીના ડેપ્યુટી કલેકટર સાથે પ્રશ્નોતરીમાં એક નિખાલસ કબૂલાત કરી હતી કે તેમણે પણ અનેકવાર સિવિલ સર્વીસની પરીક્ષાઓ દીધી હતી અને દરેક વખતે ફેલ થઈ ગયા હતા.

સિંગરોલીની સ્પર્ધક ડેપ્યુટી કલેકટર સંપદાને એક સવાલના સાચા જવાબની ખબર નહોતી તેથી ગેમ છોડી દેવાનો ફેસલો કર્યો અને 50 લાખ રૂપિયા જીતી ગઈ. સવાલ જવાબ દરમિયાન અમિતાભે સંપદાને મજાકમાં કહ્યું- સરકાર છો તમે! જેના જવાબમાં સંપદાએ કહ્યું ‘સરકાર’ આપ છો!

બાદમાં બચ્ચને પોતાના જીવનનો રસપ્રદ કિસ્સો વર્ણવ્યો. અમિતાભે કહ્યું-મેં પણ કોલેજ બાદ સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. પણ હું તે કલીયર નહોતી કરી અને ફેલ થતો ગયો.

સંપદાએ પોતાની કહાની વર્ણવતા કહ્યું કે, મેં પહેલી કોશિષમાં જ ડીએસપી સિલેકશન કલીયર કરી લીધું હતું અને બીજી કોશિષમાં એમપીમાં ફર્સ્ટ પોઝીશન મળી બાદમાં ડેપ્યુટી કલેકટર બની ગઈ. અમિતાભે સંપદાને પૂછયુ કે આ બધુ કર્યા બાદ અહીં કેમ? સંપદાએ જવાબ આપ્યો તે તેમને મળવા માગતી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement