ફકત લાંબી ચોંટી રાખવાથી જ્ઞાની બની જવાતું નથી : ગીરીરાજસિંહને તેજસ્વી યાદવનો જવાબ

12 August 2022 05:38 PM
Politics
  • ફકત લાંબી ચોંટી રાખવાથી જ્ઞાની બની જવાતું નથી : ગીરીરાજસિંહને તેજસ્વી યાદવનો જવાબ

પટના, તા.12 : બિહારમાં નવી સરકારના આગમન સામે રાજકારણ પણ ગરમ બની ગયું છે તે વચ્ચે હવે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તેમના પિતાના આશિર્વાદ લેવા દિલ્હી પહોંચ્યા છે અને તેઓ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ મળશે બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ એક વિડીયો શેર કર્યો છે જેમા તેજસ્વી યાદવ એવું કહેતા જણાય છે કે સીએમ બનતા જ અમે 10 લાખનોકરીનું સર્જન કરીશું. જેનો જવાબ આપતા તેજસ્વી યાદવે પોતાના ટવીટર હેન્ડલ પર આ વિડીયો શેર કરવાની સાથે એમ પણ લખ્યું શ્રીમાન એટલા બેશર્મ બનોમાં એક ફુટની ચોંટી રાખવાથી કોઇ જ્ઞાની બની જતું નથી. તેજસ્વીએ મીડીયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમે ર0ર0માં મુખ્યમંત્રી બનવાની શકયતા પર આ વાયદો કર્યો હતો આજે નાયબ મુખ્યમંત્રી છુ તો પણ મારી જવાબદારી બને છે.


Related News

Loading...
Advertisement
Advertisement