કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન

12 August 2022 05:44 PM
India Politics
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન

નવીદિલ્હી તા.12 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર એક અનોખા વ્યકિતત્વ ધરાવતા નેતાની સાથે સાથે બહુમુખી પ્રતિભાશાળી લેખક પણ છે. તેઓ લોકસભાના સાંસદ પણ છે. કોંગ્રેસના આ નેતાનું ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘શેવેલેયર દી લા લીઝન ધી ઓનર’થી ફ્રાન્સ સરકાર સન્માનિત કરશે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઈમેનુએલ લેનેને થરૂરને આ સન્માનના બારામાં જાણકારી આપી હતી. થરૂરે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપતા લખ્યું છે- ફ્રાન્સની સાથે સંબંધોને મહત્વ આપનારા, ભાષાને પ્રેમ કરનારા અને સંસ્કૃતિની પ્રશંસા કરનાર વ્યકિતના રૂપમાં હું આ સન્માન મેળવીને ગૌરવ અનુભવું છું, જેમણે મને આ સન્માન માટે લાયક સમજયો. થરૂરને આ સન્માન મળતા તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શશી થરૂરે યુએનમાં 23 વર્ષ રાજદૂત તરીકે સેવા બજાવી છે. અનેક પુસ્તકો પણ લખ્યા છે. થરૂરને 2010માં પણ સ્પેનનું આવું સન્માન મળ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement