અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડશે

12 August 2022 09:15 PM
Rajkot Gujarat
  • અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડશે

મુસાફરોની સુવિધા અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ દોડાવવાનું નક્કી કર્યું : આવતીકાલે 13મી ઓગષ્ટથી બુકીંગ શરૂ

રાજકોટ:
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ -ઓખા -અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ દોડાવવાનું નક્કી કર્યું છે.

ટ્રેન નંબર 09433 અમદાવાદ - ઓખા સ્પેશિયલ અમદાવાદથી 13, 17 અને 18 ઓગસ્ટના રોજ સાંજે 7:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 4 વાગ્યે ઓખા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09436 ઓખા - અમદાવાદ સ્પેશિયલ ઓખાથી 14, 20 અને 21 ઓગસ્ટના રોજ રાત્રે 11.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેનનું બુકિંગ આવતીકાલે 13મી ઓગસ્ટથી પીઆએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement