ગુજરાતમાં આજે કોરોનાના 459 કેસ સામે 922 દર્દીઓ સાજા થયા

12 August 2022 09:56 PM
Ahmedabad Gujarat
  • 
ગુજરાતમાં આજે કોરોનાના 459 કેસ સામે 922 દર્દીઓ સાજા થયા

મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,64,289 સંક્રમિતો નોંધાયા, જેમાંથી 12,48,768 દર્દીઓ સાજા થઈ ગયા

રાજકોટ:
ગુજરાતમાં આજે કોરોનાના 459 કેસ સામે 922 દર્દીઓ સાજા થયા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં 12,64,289 સંક્રમિતો નોંધાયા, જેમાંથી 12,48,768 દર્દીઓ સાજા થઈ ગયા છે.

આજે શુક્રવારે અમદાવાદમાં 164, વડોદરા 51, સુરત 45, રાજકોટ 36, કચ્છ 20, અમરેલી -મહેસાણા 16, ગાંધીનગર 14, મોરબી 13, દેવભૂમિ દ્વારકા 11, વલસાડ 10, નવસારી- જામનગર 9, પંચમહાલ 7, પોરબંદર-ભાવનગર 6, ભરૂચ 5, સુરેન્દ્રનગર- તાપી 4, બનાસકાંઠા -પાટણ 3, ખેડા- સાબરકાંઠા 2, આણંદ- અરવલ્લી -ગીર સોમનાથમાં એક - એક કેસ નોંધાયા છે.

રાજયમાં કુલ 18 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જયારે 4,516 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10,987 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 12,64,289 પર પહોંચ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement