માધવપુર(ઘેડ)ના બજાર રોડ પરના મુખ્ય ગેઇટમાં કાયમી ગંદુ પાણી ભરાયેલું રહેતા રાહદારીઓને પરેશાની

13 August 2022 10:15 AM
Porbandar
  • માધવપુર(ઘેડ)ના બજાર રોડ પરના મુખ્ય ગેઇટમાં કાયમી ગંદુ પાણી ભરાયેલું રહેતા રાહદારીઓને પરેશાની

કેશુભાઇ માવદીયા
માધવપુર(ઘેડ),તા.13
પોરબંદર જિલ્લાનું છેવાડાનું જિલ્લા સૌથી વધારે વસતી ધરાવતું માધવપુર ઘેડની ગ્રામ પંચાયત છે. જયારથી માધવપુર ઘેડ ગામ પોરબંદર જિલ્લામાં આવેલ ત્યારથી તમામ સ્તરે સુવિધા ગામે જનતાને આવવા જવા માટે મેઇન બજાર રોડ જુની પોલીસ સ્ટેશન આગળનો રોડ સીધો અને ડોમનિષ શેઠના દવાખાને જવાનો મુખ્ય માર્ગ બજાર રોડ ઉપર માધવપુર ઉપરાંત લાગુ પડતા 25 ગામડાની જનતાને જીવન જરૂરી ખરીદી માટે તેમજ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે સતત અવર જવર જનતાને આ મેઇન બજાર રોડ ઉપર મુખ્યને ગેટ આવેલ છે. એમાંથી પસાર થતો મેઇન બજાર રોડ ઉપર ગેટની નીચે એક ફુટ જેટલું પાણી ભરાયેલ કાયમી રહે છે.

તેથી આ રોડ ઉપર જનતાને જતા આવતા આ રોડ ઉ5ર મળમુત્ર વાળું પાણી ભરાયેલ છે. તે રોડ ઉપર ના છુટકે અવર જવર કરવી પડે છે. અને રોડ ઉપર જતા બાઇકો વાળાઓ આ રોડ ઉપર ઝડપથી જતા આવતા હોય છે. અને રોડ ઉપર ભરાયેલ રહેલ ગંદા પાણીમાંથી બાઇક પસાર કરતા રાહદારીઓના કપડામાં ગંદુ પાણીની ઝાલક ઉડતા કપડા ગંદા થતા જનતામાં આક્રોશથી આ રોડ ઉપર કાયમી પાણીનો ભરાવ બંધ થાય એવી માંગ ઉઠી છે.


Loading...
Advertisement
Advertisement