ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર હુમલો: ન્યૂયોર્કમાં ઇન્ટરવ્યુ દરમિયાન હુમલાખોરે તેની ગરદન પર ચાકુથી હુમલો કર્યો : આરોપીની ધરપકડ

13 August 2022 10:25 AM
India World
  • ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર હુમલો: ન્યૂયોર્કમાં ઇન્ટરવ્યુ દરમિયાન હુમલાખોરે તેની ગરદન પર ચાકુથી હુમલો કર્યો : આરોપીની ધરપકડ
  • ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર હુમલો: ન્યૂયોર્કમાં ઇન્ટરવ્યુ દરમિયાન હુમલાખોરે તેની ગરદન પર ચાકુથી હુમલો કર્યો : આરોપીની ધરપકડ
  • ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર હુમલો: ન્યૂયોર્કમાં ઇન્ટરવ્યુ દરમિયાન હુમલાખોરે તેની ગરદન પર ચાકુથી હુમલો કર્યો : આરોપીની ધરપકડ
  • ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર હુમલો: ન્યૂયોર્કમાં ઇન્ટરવ્યુ દરમિયાન હુમલાખોરે તેની ગરદન પર ચાકુથી હુમલો કર્યો : આરોપીની ધરપકડ

ન્યોયોર્ક : ભારતીય મૂળના બ્રિટિશ-અમેરિકન લેખક સલમાન રશ્દી પર પશ્ચિમ ન્યૂયોર્કમાં હુમલો કરવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, સવારે 11 વાગ્યે હુમલાખોર ઝડપથી ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂશનના સ્ટેજ પર દોડી ગયો હતો અને સલમાન રશ્દી અને ઇન્ટરવ્યુ લેનારને ચાકુ માર્યો હતો. રશ્દીના ગળા પર છરી વાગી અને તે સ્ટેજ પર પડી ગયા. સાથે જ ઈન્ટરવ્યુ લેનારને પણ માથામાં સામાન્ય ઈજા થઈ હતી.

રશ્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની ઉંમર 25 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. હુમલાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું કે સલમાન જીવિત છે અને તેની સારવાર ચાલી રહી છે.

33 વર્ષ પહેલા ઈરાનના ધાર્મિક નેતાએ ફતવો જારી કરીને મુસ્લિમ પરંપરાઓ પર લખેલી નવલકથા 'ધ સેટેનિક વર્સીસ'ને લઈને સલમાન રશ્દી વિવાદમાં આવ્યા હતા. 1989માં ઈરાનના ધાર્મિક નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ તેમની વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. આ હુમલાને તેની સાથે જોડવામાં આવી રહ્યો છે. જોકે, ઈરાનના એક રાજદ્વારીએ કહ્યું- આ હુમલા સાથે અમારે કોઈ લેવાદેવા નથી.

75 વર્ષીય સલમાન રશ્દીએ તેમના પુસ્તકોથી વિશ્વભરમાં ઓળખ બનાવી હતી. તેમની બીજી નવલકથા 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' માટે તેમને 1981માં 'બુકર પ્રાઈઝ' અને 1983માં 'બેસ્ટ ઑફ ધ બુકર્સ' એનાયત કરવામાં આવ્યા હતા. રશ્દીએ 1975માં તેમની પ્રથમ નવલકથા ગ્રિમસથી લેખક તરીકેની શરૂઆત કરી હતી.

'ધ સેટેનિક વર્સીસ' ભારત સહિત ઘણા દેશોમાં પ્રતિબંધિત 
'ધ સેટેનિક વર્સીસ' એ સલમાન રશ્દીની ચોથી નવલકથા છે. આ નવલકથા ભારત અને વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. આ નવલકથા 1988માં પ્રકાશિત થઈ હતી, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. આ માટે રશ્દી પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ હતો. આ પુસ્તકનું શીર્ષક એક વિવાદિત મુસ્લિમ પરંપરા વિશે છે. રશ્દીએ પોતાના પુસ્તકમાં આ પરંપરા વિશે ખુલ્લેઆમ લખ્યું છે.

આ નવલકથાને કારણે ભૂતકાળમાં હત્યાઓ અને હુમલાઓ પણ થયા હતા 
ધ સેટેનિક વર્સીસ નવલકથાના જાપાની અનુવાદક હિતોશી ઇગારાશીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ઇટાલિયન અનુવાદક અને નોર્વેજીયન પ્રકાશક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય મૂળની મહિલા લેખિકા ઝૈનબ પ્રિયા પર પણ દક્ષિણ આફ્રિકામાં રશ્દીના વખાણ કરવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પ્રિયાના ગળા પર છરી રાખી હતી અને તેના ચહેરા પર ઈંટના ઘા માર્યા હતા. ગયા વર્ષે એક ઈન્ટરવ્યુમાં જ્યારે રશ્દીને પૂછવામાં આવ્યું કે હવે તેમનું જીવન કેવું ચાલી રહ્યું છે, તો તેમણે કહ્યું – જવા દો, મારે મારું જીવન જીવવું છે.

રશ્દીના કાર્યક્રમમાં ચાર હજાર લોકો હાજર હતા
જે હોલમાં રશ્દી પ્રવચન માટે પહોંચ્યા હતા ત્યાં લગભગ ચાર હજાર પ્રેક્ષકો હતા. રશ્દી લગભગ 10 વર્ષથી પોલીસ સુરક્ષા હેઠળ હતા. 1998માં ઈરાનના તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ ખતામીએ કહ્યું હતું કે અમે હવે રશ્દીની હત્યાનું સમર્થન કરતા નથી. જોકે, ફતવો હજુ પાછો ખેંચાયો નથી. રશ્દીએ આ વિશે એક સંસ્મરણ 'જોસેફ એન્ટોન' પણ લખ્યું હતું. ત્યારથી, રશ્દી ન્યુયોર્કમાં આરામની જિંદગી જીવી રહ્યા હતા. 2019 માં તેણે તેની નવી નવલકથા Quihote લખી.

ચાર લગ્ન કરીને રશ્દી રોમાંસને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં 4 લગ્ન કર્યા છે અને એટલી જ મહિલાઓના પ્રેમમાં પડ્યા છે. તેમના જન્મ પછી તરત જ તેઓ બ્રિટન ગયા હતા. તેણે ઈંગ્લેન્ડની રગ્બી સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. બાદમાં તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈતિહાસનો અભ્યાસ કર્યો. સાહિત્યકાર બનતા પહેલા રશ્દીએ એડ એજન્સીઓમાં કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું હતું.

ચાર લગ્ન: પ્રથમ 46 વર્ષ પહેલાં, ચોથા છૂટાછેડા 15 વર્ષ પહેલાં ક્લેરિસા લોર્ડ: લગ્ન 1976, છૂટાછેડા 1987, મરિયાને વિગિન્સ: લગ્ન 1988, છૂટાછેડા 1993, એલિઝાબેથ વેસ્ટ: લગ્ન 1997, છૂટાછેડા 2004, પદ્મા લક્ષ્મી, 2004 છૂટાછેડા. આ સિવાય બોલિવૂડ એક્ટ્રેસ રિયા સેન સાથે પણ તેના અફેરના સમાચાર આવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement