જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં પાંચ સિંહોના ધામા : ધોળા દિ’ એ પશુનુ મારણ કરી મિજબાની માણી

13 August 2022 11:20 AM
Amreli Gujarat
  • જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં પાંચ સિંહોના ધામા : ધોળા દિ’ એ પશુનુ મારણ કરી મિજબાની માણી
  • જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં પાંચ સિંહોના ધામા : ધોળા દિ’ એ પશુનુ મારણ કરી મિજબાની માણી

લોકોમાં ભયનો માહોલ: વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ

(મિલાપ રૂપારેલ દ્વારા)
અમરેલી,તા.13
ગીરજંગલના સિંહો હવે જંગલ વિસ્તાર ટુંકો પડતો હોય તેમ માનવ વસાહતમાં અવારનવાર આવી ચડે છે. જેમાં જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં ધોળા દિવસે પાંચ સિંહોએ પશુનું મારણ કરી મિજબાની જાણતા હાહાકાર મચી જવા પામેલ છે. જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં મરછીના વાડામાં પ સિંહો ઘુસી ગયા હતા. સિંહોએ પશુનું મારણ કરી મિજબાની માણી હતી.

ગઈકાલે વહેલી સવારે સિંહો આવી ચડયા હતા. આ ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ફરી સિંહો અહી ન આવે તે માટે મારણ અહીથી જંગલ વિસ્તારમાં ફેકી દેવામાં આવ્યું હતું.

જાફરાબાદના દરીયા કિનારે પ સિંહોનાં ધામાથી માછીમાર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધોળાદીએ સિંહોની લટાર જોવા મળી હતી. અને હાલમાં આ સિંહોનો વિડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ
થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement