19 વર્ષ બાદ ‘સગીર’નો જેલમાંથી છૂટકારો

13 August 2022 11:22 AM
India Top News
  • 19 વર્ષ બાદ ‘સગીર’નો જેલમાંથી છૂટકારો

સગીર વયે હત્યાના આરોપમાં મોતની સજા પણ ફટકારાઈ :જુવેનાઇલ જસ્ટીસ બોર્ડે સગીર હોવાનું નિશ્ચીત કર્યા બાદ પણ જેલમાંથી મુક્ત ન થયો, અંતે અદાલતે આરોપીને હાલ જામીન પર છોડવા આદેશ આપ્યો

નવી દિલ્હી,તા.13
એક અત્યંત આશ્ચર્યજનક અદાલતી પ્રક્રિયામાં એક વ્યક્તિને હત્યાના ગુનામાં 19 વર્ષ જેલમાં રાખ્યા પછી હવે સર્વોચ્ચ અદાલતે તેને ‘સગીર’ ગણાવીને જામીન પર છોડવા આદેશ આપ્યો હતો. રસપ્રદ બાબત એ છે કે આ વ્યક્તિને 9 વર્ષ પહેલાં તેને જુવેનાઇલ જસ્ટીસ કોર્ટ દ્વારા સગીર જાહેર કરવામાં આવ્યો હતો અને તેમ છતાં તેણે વધુ 10 વર્ષ જેલમાં રાખવામાંઆવ્યો હતો.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઇન્દીરા બેનર્જીની ખંડપીઠે એવો આદેશ આપ્યો કે સગીર વ્યક્તિને ત્રણ વર્ષથી વધુ કોઇપણ કસ્ટડીમાં રાખી શકાય નહીં અને તે પણ તેને બાળ અદાલત દ્વારા નક્કી કરાયેલ બાળ સુધાર ગૃહમાં રાખવાનો હોય છે તેના બદલે સમગ્ર કેસમાં સજા પામેલ આરોપી સગીર જાહેર થયો હોવા છતાં પણ તેને 19 વર્ષ જેલમાં રહેવું પડ્યું અને અંતે સર્વોચ્ચ અદાલતે તેને મુક્ત કરવા આદેશ આપ્યો છે.

ઉતરપ્રદેશ સરકારના ધારાશાસ્ત્રી દ્વારા આ અંગે જણાવાયું કે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા 2014માં આ વ્યક્તિને સગીર જાહેર કરવામાંઆવ્યો હતો અને તેથી તેને ફરી જેલમાં રાખવાનો કોઇ પ્રશ્ર્ન જ ન હતો. અને તેને જામીન પર મુક્ત કરી શકાય તેમ હતો. પરંતુ 19 વર્ષ સુધી આ વ્યક્તિ અત્યંત પીડાદાયક અવસ્થામાં જેલમાં રહ્યો અને તેમાં પણ 2003માં તેણે કરેલી હત્યાના આરોપમાં તેને 2005માં ફાંસીની સજાનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં રાષ્ટ્રપતિએ તેની દયાની અરજી સ્વીકારીને આજીવન કારાવાસની સજાનો આદેશ આપ્યો હતો.

તેમ છતાં તેણે 7 વર્ષ સુધી ફાંસીનો માંચડા પર ગમે ત્યારે ચડવું પડશે તેવા ભય સાથે જેલમાં રહેવું પડશે. તેની ફાંસીની સજાના આદેશને હાઈકોર્ટે પણ આદેશ આપ્યો હતો અને અંતે સુપ્રિમ કોર્ટે પણ તે સ્વીકાર્યું હતું. આ વ્યક્તિ અભણ હતો અને તે કાનૂનનો કોઇ જાણકાર ન હતો તેથી જ તેને જેલમાં રહેવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો ન હોવાનું સરકારી ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ વ્યક્તિ સગીર હોવા અંગે જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ પાસે રિપોર્ટ માંગ્યો હતો અને તે પણ પોઝીટીવ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement