કચ્છ સંત સમાજના અધ્યક્ષ યોગી દેવનાથ બાપુને ટ્વીટર પર સરકલમની ધમકી: સંતોમાં ભભૂકી ઉઠેલો રોષ

13 August 2022 11:22 AM
kutch Gujarat
  • કચ્છ સંત સમાજના અધ્યક્ષ યોગી દેવનાથ બાપુને ટ્વીટર પર સરકલમની ધમકી: સંતોમાં ભભૂકી ઉઠેલો રોષ
  • કચ્છ સંત સમાજના અધ્યક્ષ યોગી દેવનાથ બાપુને ટ્વીટર પર સરકલમની ધમકી: સંતોમાં ભભૂકી ઉઠેલો રોષ

મહંતે શાહરૂખખાનની પઠાણ ફિલ્મના વિરોધમાં ટ્વીટ કર્યા હતા: ગુનો નોંધી આરોપીને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન કરતી પોલીસ

ભચાઉ,તા.13
ભચાઉ તાલુકાના ભરૂડિયા પાસે આવેલા એકલધામના મહંત અને કચ્છ સંત સમાજના અધ્યક્ષ યોગી દેવનાથબાપુને ટ્વીટર ઉપર સરકલમની ધમકી મળતાં કચ્છભરમાં સંત સમાજમાં ભારે આક્રોશની લાગણી પ્રસરી છે.આ મામલે પોલીસે ત્વરિત ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ યોગી દેવનાથબાપુએ શાહરુખ ખાનની પઠાન ફિલ્મના વિરોધમાં ટ્વીટ કર્યા હતા.

ગત રાત્રિના અરસામાં ટ્વીટર ઉપર જ એસ.આર.કે. ફેન સલીમ અલી નામના ટ્વીટર હેન્ડલ ઉપરથી જ દેવનાથબાપુના સરકલમનો ફોટો બનાવીને સરકલમ કરવાની ધમકી આપી હતી.

આ અંગે તેમણે ભચાઉ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. ભચાઉ ડીવાય.એસ.પી. કે. જી. ઝાલાએ જણાવ્યું હતું કે, સવારે દેવનાથબાપુએ જાણ કરી હતી. આ મામલે ભચાઉ પી.આઈ. એસ.એન. કરંગિયાને જાણ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ. સોલંકીની મદદ લેવામાં આવી છે.

આ મામલે પોલીસે એકલધામ ખાતે જઈને ફરિયાદ લીધી હતી અને ફોટો વાયરલ કરી ધમકી આપનારા શખ્સો સામે આઈ.ટી. એકટ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. આરોપીને ઝડપી પાડવા જુદી-જુદી ટીમ બનાવવામાં આવી હોવાનું નાયબ પોલીસ વડાએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement