રાજુ શ્રીવાસ્તવના નિધનની અફવાનું ખંડન કરતા મુકેશ ખન્નાએ કહ્યું- તે જીવિત છે

13 August 2022 11:26 AM
Entertainment
  • રાજુ શ્રીવાસ્તવના નિધનની અફવાનું ખંડન કરતા મુકેશ ખન્નાએ કહ્યું- તે જીવિત છે

રાજુ શ્રીવાસ્તવની હાલતમાં સુધારો : અંગોમાં હલન ચલન : કેટલીક ચેનલોએ રાજુના નિધનના સમાચાર જાહેર કરી દેતા મુકેશ ખન્નાએ કરવી પડી જાહેરાત

નવી દિલ્હી, તા. 13
મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બુધવારે જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો અને તે વેન્ટીલેટર પર છે ત્યારે કેટલીક ચેનલોએ રાજુ શ્રીવાસ્તવના નિધનની જાહેરાત કરી દેતા એકટર મુકેશ ખન્નાએ જાહેરાત કરવી પડી હતી કે રાજુ જીવિત છે, અફવા ના ફેલાવો. હાલ રાજુની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુની આંગળીઓ બાદ હવે ખભાની મુવમેન્ટ (હલન ચલન) જોવા મળી રહી છે. જેને ડોકટર સારા સંકેત માને છે. દરમ્યાન કોમેડિયનના પરિવારજનોએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને જણાવ્યું છે કે રાજુ શ્રીવાસ્તવની હાલત સ્થિર છે અને તેઓ ઝડપથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. શુભચિંતકોના પ્રેમ અને સમર્થન માટે ધન્યવાદ. દરમ્યાન અભિનેતા મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે કેટલીક ચેનલોએ રાજુના નિધનની જાહેરાત કરી દીધી છે પણ આ વાત અફવા છે. રાજુ જીવતા છે આપ સૌને કહીશ કે તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરો, તેના નિધનની અફવા ન ઉડાડો.


Related News

Loading...
Advertisement
Advertisement