નવી શક્તિશાળી મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એસયુવી લોન્ચ થઈ, જાણો તેના ફિચર્સ

13 August 2022 11:38 AM
India Top News
  • નવી શક્તિશાળી મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એસયુવી લોન્ચ થઈ, જાણો તેના ફિચર્સ
  • નવી શક્તિશાળી મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એસયુવી લોન્ચ થઈ, જાણો તેના ફિચર્સ

મુંબઈ : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ તેની નવી સ્કોર્પિયો ક્લાસિક એસયુવીનું લોન્ચિંગ કર્યું છે. સ્કોર્પિયો-એન એસયુવી ભારતમાં લોન્ચ થયાના થોડા અઠવાડિયા બાદ, ઓટોમેકરે મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક રજૂ કરી છે, જે જૂની પેઢીની સ્કોર્પિયો એસયુવીનું અપડેટેડ વર્ઝન છે. અગાઉ જાહેરાત કર્યા મુજબ, મહિન્દ્રા વધુ પ્રીમિયમ સ્કોર્પિયો-એન સાથે સ્કોર્પિયો ક્લાસિક બેજ હેઠળ જૂની સ્કોર્પિયોનું વેચાણ કરશે. સ્કોર્પિયો ક્લાસિક એસયુવી ક્લાસિક એસ (ક્લાસિક એસ) અને ક્લાસિક એસ 11 (ક્લાસિક એસ11) વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે અને તેની કિંમત 20 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે.

લુક અને ડિઝાઇન : વાસ્તવમાં જૂના સ્કોર્પિયો મોડલના બેઝિક લુકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, સ્કોર્પિયો ક્લાસિકને કેન્દ્રમાં ક્રોમ સ્લેટ્સ અને નવો મહિન્દ્રા લોગો સાથે ફરીથી ડિઝાઇન કરેલી ગ્રિલ મળે છે. એસયુવીના બમ્પર અને બોનેટને પહેલા કરતા વધુ બોલ્ડ અને આકર્ષક બનાવવામાં આવ્યા છે. નવા DRL ગ્રિલની બાજુમાં જોવા મળે છે. પાછળના ભાગમાં, SUVને સિગ્નેચર સ્કોર્પિયો ટાવર LED ટેલ લેમ્પ્સ મળે છે. ઉપરાંત, એસયુવીને 17-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સને ફરીથી ડિઝાઇન કરવામાં આવે છે.

ઇન્ટીરિયર અને ડિઝાઇન : નવી સ્કોર્પિયો ક્લાસિક કેબિનની અંદર ડ્યુઅલ-ટોન થીમ ધરાવે છે. સેન્ટર ક્ધસોલમાં વુડ-થીમ ફિનિશ છે. 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ઉપરાંત, અન્ય પ્રીમિયમ સુવિધાઓ પણ છે.

રંગ વિકલ્પો: મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકને પાંચ બાહ્ય રંગ વિકલ્પોમાં ઓફર કરશે. તેમાં રેડ રે, નેપોલી બેક, ડીસેટ સિલ્વર, પર્લ વ્હાઇટ અને ગેલેક્સી ગ્રે જેવા રંગોનો સમાવેશ થાય છે.

એન્જિન અને માઇલેજ: વાહન ઉત્પાદકે મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક GEN-2 mHawkમાં 2.2-લિટર GEN-2 mHawk ડીઝલ એન્જિન રજૂ કર્યું છે. આ એન્જિન મહત્તમ 132 PS પાવર અને 300 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. મહિન્દ્રાનું કહેવું છે કે નવું એન્જિન જૂના કરતા 50 ટકાથી વધુ હળવું છે અને 14 ટકા વધુ સારી માઈલેજ આપી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement