અમેરિકાના મોન્ટીનેગ્રોમાં સરાજાહેર ફાયરીંગ: બાળકો સહિત 11ના મોત

13 August 2022 11:40 AM
India World
  • અમેરિકાના મોન્ટીનેગ્રોમાં સરાજાહેર ફાયરીંગ: બાળકો સહિત 11ના મોત

પોલીસ સાથે અથડામણમાં હત્યારો માર્યો ગયો: ફાયરીંગમાં અનેક લોકો ઘાયલ: હત્યાકાંડને પગલે મોન્ટીનેગ્રોમાં 3’દીનો રાષ્ટ્રીય શોક

મોંટીનેગ્રો (અમેરિકા) તા.13
અમેરિકાના ગન કલ્ચરે વધુ 12 લોકોના જીવ લીધા છે. મોંટીનેગ્રોમાં એક પારિવારિક વિવાદ બાદ એક વ્યકિતએ સડક પર આવીને અંધાધુંધ ફાયરીંગ કર્યું હતું. જેમાં હુમલાખોર સહિત 12 રાહદારીઓના મોત થયા હતા. આ ઘટનાના કેટલાક સમય બાદ પોલીસ સાથેની અથડામણમાં હત્યારો માર્યો ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક 34 વર્ષીય બંદૂકધારીએ કરેલા ફાયરીંગમાં એક પોલીસ કર્મી સહિત 7 અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. નજરે જોનાર એક સાક્ષીએ જણાવ્યું હતું કે હુમલાખોર સડક પર અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. તે બાળકોને પણ નહોતા છોડયા.

ઘટના સ્થળને પોલીસે ઘેરી લીધું હતું. આ ફાયરીંગની થયેલા હત્યાકાંડ બાદ ત્રણ દિવસના શોકની જાહેરાત થઈ છે. પોન્ટેનેગ્રોના રાષ્ટ્રપતિ મિલો ડુકાનોવિકે આ ઘટનાને અભૂતપૂર્વ કરુણા ગણાવી છે. ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement