ઋષભ પંત : ટેસ્ટ-વનડે કરતા ટી-20માં નબળો દેખાવ

13 August 2022 11:48 AM
Sports
  • ઋષભ પંત : ટેસ્ટ-વનડે કરતા ટી-20માં નબળો દેખાવ

વિકેટકિપર બેટસમેન તરીકે દિનેશ કાર્તિક પડકાર સર્જી રહ્યો છે : પસંદગીકારોની બંને પર નજર

નવી દિલ્હી, તા. 13
5, 6, 17, 1, 26, 1, 14, 24, 33 અને 44 આ સ્કોર છેલ્લા દસ ટી-20 મેચોનો ઋષભ પંતનો છે. વન-ડેની વાત કરવામાં આવે તો છેલ્લા 9 મેચમાં એક સદી અને બે અર્ધી સદી છે. ટેસ્ટમાં પરફોર્મન્સ આના કરતા પણ વધુ સારૂ છે. પાંચ મેચમાં બે સદી તથા ત્રણ અર્ધી સદી ફટકારી છે. આ સંજોગોમાં ટી-20 ફોર્મેટ ઋષભ પંત માટે કોયડો બની રહ્યું છે અને વર્લ્ડ કપ પૂર્વે ઉકેલવો પડશે.

ટીમ ઇન્ડીયામાં એશિયા કપ પૂર્વે ચાર વિકેટકિપર બેટસમેન અજમાવવામાં આવ્યા હતા. ઋષભ પંચ તથા દિનેશ કાર્તિક એશીયાકપની ટીમમાં છે. જયારે સંજુ સેમસન અને ઇશાન કિશનનો ઝિમ્બામ્બેના પવાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પસંદગીકારોએ એવો સ્પષ્ટ સંકેત આપ્યો જ છે. જે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ પંત અને કાર્તિક જ હશે છતાં પ્લેઇંગ ઇલેવનમાં કોનો સમાવેશ થશે તે વિશે છેવટ સુધી સસ્પેન્સ બની રહેવાનું સ્પષ્ટ છે.
ચાલુ માસમાં અંતમાં શરૂ થનારા એશિયા કપમાં બંનેના પરફોર્મન્સના આધારે પસંદગીકારે અંતિમ નિર્ણય લ્યે તેવી શકયતા છે.

ભારતીય બેટીંગ હરોળમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રાહુલ, સુર્યકુમાર યાદવ, હાર્દિક તથા રવિન્દ્ર જાડેજા સિવાય એક વિકેટ કિપર માટે જગ્યા પડે છે એટલે પસંદગીકારો પાસે પંત અથવા કાર્તિકનો જ વિકલ્પ રહે છે. ટી20માં ઋષભ પંચ ફાસ્ટ બોલર તથા સ્પીનર એમ બંને સાથે આક્રમકતા દર્શાવવા સક્ષમ છે. છતાં સ્પીનર વધુ માફક આવે છે. તે ફાસ્ટ બોલર સામે 25 વખત આઉટ થયો છે. સ્પીન સામે 12 વખત વિકેટ ગુમાવી છે.

આઇપીએલમાં તેની સ્ટ્રાઇક રેટ 152 છે પરંતુ સ્પીનરો સામેની સ્ટ્રાઇકરેટ 189 હતી પસંદગીકારો આ જ કારણોસર મીડલઓર્ડરમાં પંચનો ઉપયોગ કરવાનુ વિચારી શકે છે. ઇંગ્લેન્ડમાં પંતને ઓપનર તરીકે અજમાવવામાં આવ્યો છે. પરંતુ બે ઇનિંગમાં માત્ર 1 અને 26 રન જ બનાવ્યા હતા. એક અન્ય જમાપાસુ ડાબોડી બેટસમેન હોવાનું છે. છતાં એકધારૂ સારૂ પરફોર્મન્સ રહેતુ ન હોવાથી પસંદગીકારો માટે ચિંતાનો વિષય છે. બીનજરૂરી-ખરાબ શોટમાં વિકેટ ગુમાવી દેવા બદલ ભુતકાળમાં ભારે ટીકા પણ થઇ હતી.

પંત V/S કાર્તિક

પંતની 3 ખુબી
► ફોર્મમાં હોય તો સારા દડામાં પણ બાઉન્ડ્રી જુડે છે
► શોર્ટ તથા બેક ઓફ લેન્થ દડાઓમાં સ્ટ્રાઇકરેટ 134થી વધુ
► ડેથ ઓવરોમાં સ્ટ્રાઇકરેટ 18ર

કાર્તિકની 3 ખુબી
► વાપસી બાદ આક્રક ફીનીશર તરીકેની ઓળખ પ્રસ્થાપિત
► 140થી વધુ સ્પીડના બોલમાં સ્ટ્રાઇક રેટ 177
► પ્રારંભિક 10 દડામાં સરેરાશ સ્ટ્રાઇક રેટ 141


Related News

Loading...
Advertisement
Advertisement