ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વીવીએસ લક્ષ્મણ ફરીથી ભારતીય ટીમના કોચ તરીકે નિયુક્ત

13 August 2022 11:56 AM
Sports
  • ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વીવીએસ લક્ષ્મણ ફરીથી ભારતીય ટીમના કોચ તરીકે નિયુક્ત

નેશનલ ક્રિકેટ એકેડમીના વડા એવા લક્ષ્મણને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમના કેરટેકર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે
મુંબઈ : ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં કોચની ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે.

નેશનલ ક્રિકેટ એકેડમીના વડા એવા લક્ષ્મણને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમના કેરટેકર કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે આ વાતની પુષ્ટિ કરી હતી. ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના હરારેમાં 18, 20 અને 22 ઓગસ્ટે ત્રણ વનડે રમશે. જય શાહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, "હા, વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વેમાં ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમનો હવાલો સંભાળશે. એવું નથી કે રાહુલ દ્રવિડ બ્રેક લઈ રહ્યો છે.

ઝિમ્બાબ્વેમાં વનડે શ્રેણી 22 ઓગસ્ટે સમાપ્ત થશે. અને દ્રવિડ 22 ઓગસ્ટે ભારતીય ટીમ સાથે એશિયા કપ માટે UAE પહોંચશે. બંને વચ્ચે બહુ ઓછો તફાવત છે, તેથી લક્ષ્મણ ઝિમ્બાબ્વેમાં ભારતીય ટીમનો હવાલો સંભાળશે. BCCIમાં એવી પરંપરા રહી છે કે NCA ચીફને અન્ય અથવા A ટીમોના કોચને બોલાવવામાં આવે છે. લક્ષ્મણ અગાઉ જૂન-જુલાઈમાં ભારતીય ટીમ સાથે બ્રિટન ગયો હતો. ત્યાં તે આયર્લેન્ડ સામેની બે T20I શ્રેણી દરમિયાન ભારતના કોચ હતા. તે સમયે રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડમાં હતો.


Related News

Loading...
Advertisement
Advertisement