અમરેલીના ઉદ્યોગપતિ નાસીરભાઇ ટાંકે મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવી

13 August 2022 12:14 PM
Amreli
  • અમરેલીના ઉદ્યોગપતિ નાસીરભાઇ ટાંકે મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવી
  • અમરેલીના ઉદ્યોગપતિ નાસીરભાઇ ટાંકે મનોદિવ્યાંગ બહેનો પાસે રાખડી બંધાવી

સાવરકુંડલાના માનવ મંદિરે

સાવરકુંડલા તા.13 : સાવરકુંડલાના માનવ મંદિરે અમરેલીના યુવાન ઉદ્યોગપતિ કાવેરી ગોળ વાળા સાવરકુંડલા માનવ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી નાસીરભાઈ ટાંક રક્ષાબંધનના દિવસે મિત્રો સાથે આવી જાય છે અને મનોરોગી બહેનો પાસે રાખડી બંધાવે છે અને તે બહેનો માટે કંઈક ને કંઈક દર વર્ષે ઉપહાર આપી તેમના ચહેરા ઉપર આનંદ અને હાસ્ય લાવવાનો પ્રયાસ કરે છે

ત્યારે માનવ મંદિરમાં 52 જેટલી મનોરોગી બહેનો હાલમાં ભક્તિ બાપુની મિશ્રામાં પુન: જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 106 બહેનો સાજી થઈ સમાજમાં પુન:સ્થાપિત થઈ છે. મનોરોગીમાંથી સાજી થવા માટે ભક્તિ બાપુના અનેક વિવિધ પ્રયોગો અને પ્રયાસો છે જેમાં રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે અને દરેક બહેનને રક્ષાબંધનના દિવસે પોતાનો ભાઈ યાદ આવે જ છે ત્યારે છેલ્લા સાત વર્ષથી અમરેલીના આ યુવાન અને માનવ મંદિરના સેવક નાસીરભાઈ ટાંક આ મનોરોગી બહેનો નો ભાઈ બની અને રાખડી બંધાવવા આવે છે.


Loading...
Advertisement
Advertisement