કોટડાપીઠડામાં તિરંગા યાત્રા નીકળી

13 August 2022 12:18 PM
Amreli
  • કોટડાપીઠડામાં તિરંગા યાત્રા નીકળી
  • કોટડાપીઠડામાં તિરંગા યાત્રા નીકળી

બાબરા તાલુકાના કોટડાપીઠડામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ તા.12 ઓગસ્ટના ગામમાં ભવ્ય તિરંગા યાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર ભારતમાતા કી જયના નારા સાથે ફરી હતી. ત્યારે ભાજપ દ્વારા આ તિરંગા યાત્રા ખંભાળાથી સુખપર, વાંકિયા, વાવડા, કોટડાપીઠડા, ઉંટવડ, ચરખા થઇને બાબરા પહોંચી હતી. બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા, મહામંત્રી વીરોજા કલકાણી, મહેશભાઇ ભાયાણી, મેવાડા, દિપકભાઇ કનૈયા, વિનુભાઇ ડોબરીયા, ઘનશ્યામભાઇ રૂડકિયા, રમેશભાઇ ચાવડા, પથુભાઇ બસીયા, પાનસઢાના નારણભાઇ સગર, પ્રફુલભાઇ ગજેરા સહીતના અનેક કાર્યકરો આ તીરંગા યાત્રામાં જોડાયા હતા.


Loading...
Advertisement
Advertisement