વાડોદરના ભાગ્યોદય વિદ્યા મંદિરમાં 75 પુસ્તકોનું પ્રદર્શન યોજાયું

13 August 2022 12:21 PM
Dhoraji
  • વાડોદરના ભાગ્યોદય વિદ્યા મંદિરમાં 75 પુસ્તકોનું પ્રદર્શન યોજાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત : વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

ધોરાજી તા.13 : ધોરાજી તાલુકાના વાડોદર ગામે ભાગ્યોદય વિદ્યા મંદિરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રાંતિવીરોના જીવન કવન આધારીત 75 અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. જેમાં અલભ્ય હોય તેવા પુસ્તકો પ્રદર્શનમાં ખુલ્લા મુકી બાળકો વાલીઓને અને શાળા સ્ટાફને વાચનભુખ સંતોષવા માટે અપાયેલ હતા.

શાળાના કુલ 700 વિદ્યાર્થીઓ અને 100 જેટલા વાલીઓએ આ પ્રદર્શનનો લાભ લીધેલ હતો. આ તકે ધોરાજીના ઈતિહાસ પ્રેમી સવજીભાઈ પટોળીયા સંકલીત આઝાદી અંતર્ગતના પુસ્તકોનું પ્રદર્શન રજુ કરેલ. સમગ્ર સંચાલન શાળા પરીવાર અને ટ્રસ્ટી ગોપાલભાઈ નારીયાએ કરેલ હતું. આ પ્રદર્શનમાં જલકારીબાઈ, રાણી લક્ષ્મીબાઈ, રાષ્ટ્રપિતા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝના સાથીદારો, 1857 વિપલવ, ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ, ગુજરાતમાં મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ, આવા 75 પુસ્તકો તથા આઝાદીથી અત્યાર સુધીના મુખ્ય ઘટનાક્રમને સાંકળી લેતા વિવિધ મેગેજીનો પ્રદર્શનમાં મુકવામાં આવેલ હતા.


Loading...
Advertisement
Advertisement