ગોંડલ નગરપાલિકાની ગજબ કામગીરી: ચાલુ વરસાદે ડામર કામ કરાયું

13 August 2022 12:23 PM
Gondal
  • ગોંડલ નગરપાલિકાની ગજબ કામગીરી: ચાલુ વરસાદે ડામર કામ કરાયું

ગોંડલ તા.13
ગોંડલ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા જેતપુર રોડ તેમજ કૈલાશબાગ રોડ પર મસ મોટા ખાડાઓ પડી જવા પામ્યા હોય વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર યાતનાનો સામનો કરવો પડી રહ્યો હોય અને ચાલુ વરસાદે પાલિકા તંત્ર દ્વારા સિમેન્ટ રોડના ખાડા પૂરવા માટે ડામર પાથરવામાં આવતા તેના વિડીયો અને ફોટોસ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા હતા અને પાલિકાના કામકાજની ભારે યાચનાઓ થવા લાગી હતી.

ઘટના અંગે પાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી અને કારોબારી પ્રમુખ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વરસાદના કારણે રોડ રસ્તામાં મોટા ખાડા પડ્યા છે તે સત્ય હકીકત છે અને તે પુરવા પણ જરૂરી હતા રોડ પરના ખાડાઓ પુરવા માટે વરસાદ બંધ થાય અને ખરારની રાહ જોવામાં આવી રહી હતી આજરોજ વહેલી સવારે આકાશ ખુલ્લું અને તડકો જણાતા બે ટ્રેક્ટર ડામર નો ઓર્ડર આપવામાં આવ્યો હતો ડામર ભરેલ ટ્રેકટર જેતપુર રોડ અને કૈલાશબાગ રોડ પર પહોંચતા જ મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા ફરજિયાત પણે ચાલુ વરસાદે ડામર પાથરવો પડ્યો હતો.

કારણ કે પ્રોસેસ કરેલ મટીરીયલ કોઈ કંપની પરત સ્વીકારે નહીં જ અને જો ડામરને ટ્રેક્ટરની ટ્રોલી માંથી ખાલી કરવામાં ન આવે તો ડામર ટ્રોલીમાં જામી જાય તેથી ફરજિયાત પણે ચાલુ વરસાદે ટ્રેક્ટર ટ્રોલી ખાલી કરવી પડી હતી


Loading...
Advertisement
Advertisement