રાજકોટ જિલ્લા સહકારી બેંકને બેસ્ટ પરફોર્મન્સ બદલ એવોર્ડ

13 August 2022 12:23 PM
Dhoraji
  • રાજકોટ જિલ્લા સહકારી બેંકને બેસ્ટ પરફોર્મન્સ બદલ એવોર્ડ

કેન્દ્રીય મંત્રી અમીત શાહના હસ્તે બેંકના ચેરમેન જયેશ રાદડીયાનું અભિવાદન

ધોરાજી: નવીદિલ્હી ખાતે નાફસ્કોબ આયોજીત નેશનલ સહકારી કોન્ફરન્સમાં રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.ને બેસ્ટ ફરફોર્મન્સ બદલ દશાબ્ધી એવોર્ડ માટે પસંદગી થતા દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા તેમજ વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયાને એવોર્ડ એનાયત કરાયેલ હતો. આ એવોર્ડ માટે સમગ્ર દેશમાં રાજકોટ જીલ્લા બેંકની પસંદગી થવા બદલ બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ જીલ્લા બેંક સાથે જોડાયેલ તમામ ખેડુત સભાસદો, મંડળીઓ તેમજ સહકારી આગેવાનો અને બેંકના કર્મચારીઓનો આભાર વ્યકત કરીને શુભકામનાઓ પાઠવેલ છે.


Loading...
Advertisement
Advertisement