ભાવનગરમાં બંધ મકાનમાંથી 83 હજારની મત્તા ઉઠાવી જતા તસ્કરો

13 August 2022 12:24 PM
Bhavnagar
  • ભાવનગરમાં બંધ મકાનમાંથી 83 હજારની મત્તા ઉઠાવી જતા તસ્કરો

પોલીસમાં ફરિયાદ થતા તપાસનો ધમધમાટ

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.13 : ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાંથી તસ્કરો રૂ.83 હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ પોલીસ દફતરે ફરીયાદ નોંધાયેલ છે. મળતી વિગતો મુજબ મૂળ ભાવનગર જિલ્લાના જેસ2 તાલુકાના મોરચુપણા ગામના વતની અને હાલ ભાવનગરના દેસાઈનગર, પ્લોટ નંબર 50 માં આવેલ હરદેવસિંહ ગોહિલના મકાનમાં ભાડેથી રહેતા સંગીતાબેન અનિલભાઈ બારૈયાએ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના વતન મોરચૂપણા ગામ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરે ઘરમાં પ્રવેશ કરી રૂમનું તાળું તોડી સૂટકેસમાં રાખેલ સોનાના ઘરેણા અને રૂ.10 હજાર રોકડા મળી ફૂલ રૂ. 83 હજારની મત્તાની ચોરી કરી ગયા હતા. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement