ગોંડલના ભોજરાજપરામાં આવેલ ગોલ્ડન ગ્રૃપને 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ઉજવણી

13 August 2022 12:27 PM
Gondal
  • ગોંડલના ભોજરાજપરામાં આવેલ ગોલ્ડન ગ્રૃપને 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ઉજવણી

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.13 : ગોંડલનાં ભોજરાજપરા વિસ્તાર માં સામાજિક અને ધાર્મિક કાર્યો દ્વારા ખાસ્સી નામના ધરાવતા ગોલ્ડન ગૃપે સેવાકાર્ય નાં પચ્ચીસ મા વર્ષ માં પ્રવેશ કરતા જન્માષ્ટમી નિમીતે વિવિધ આયોજનો કરાયા છે. ગોલ્ડન ગૃપ ની સ્થાપના અશોકભાઈ પીપળીયાની આગેવાની મા 1997માં ભોજરાજપરા ખાતે કરાઇ હતી. ગોંડલમા જન્માષ્ટમીની કૃષ્ણ જન્મ શોભાયાત્રા ની શરૂઆત થઈ ત્યારે ભોજરાજપરા માં બે પાંચ મિત્રો ને ભોજરાજપરા વિસ્તારમાં ધાર્મિક આયોજન કરવાનો વિચાર આવ્યો.ત્યાર થી ગોલ્ડન ગૃપની સ્થાપના સાથે પ્રથમ કૃષ્ણ હિંડોળાનું આયોજન શરુ થયુ.આજે જન્માષ્ટમીના તહેવારોમા ભોજથાજપરુ જાણે દ્વારકા નગરી બની જાય છે.


Loading...
Advertisement
Advertisement