ધોરાજીના દૂધીબેન હિરપરાનું અવસાન: ચક્ષુદાન કરાયું

13 August 2022 12:27 PM
Dhoraji
  • ધોરાજીના દૂધીબેન હિરપરાનું અવસાન: ચક્ષુદાન કરાયું

માનવ સેવા યુવક મંડળને 55મું ચક્ષુદાન મળ્યું

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.13
ધોરાજીના દૂધીબેન હિરપરાનું અવસાન થતા ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળને આ 55મું ચક્ષુદાન મળ્યું છે. ધોરાજીના હિરપરા વાડી ખોડીયાર મંદિર પાસે રહેતા પ્રવીણભાઈ હિરપરાના માતુશ્રીનું અવસાન થતા રાત્રે 12 કલાકે હિરપરા પરીવાર દ્વારા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા ધોરાજીની સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ટીમ દ્વારા સ્વ. દૂધીબેન ભીમજીભાઈ હિરપરાનું ચક્ષુદાન સ્વીકારાયું હતું.

આ તકે પ્રવિણભાઈ હિરપરા, ફેનીલભાઈ હિરપરા, ડેન્સીબેન હિરપરા, મહેશભાઈ હિરપરા, પરેશભાઈ હિરપરા, રાકેશભાઈ કુંભાણી, હરેશભાઈ હિરપરા, કલ્પેશભાઈ હિરપરા અને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી સહીતનાઓએ હિરપરા પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. દૂધીબેન હિરપરાને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળને આ 55મું ચક્ષુદાન મળેલ છે.


Loading...
Advertisement
Advertisement