સાળંગપુર ધામમાં તલાટીઓ દ્વારા આવેદન

13 August 2022 12:30 PM
Botad
  • સાળંગપુર ધામમાં તલાટીઓ દ્વારા આવેદન

તલાટી કમ મંત્રી ની હડતાલની અને પડતર પ્રશ્ર્નો માટે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આદેશ મુજબ બોટાદ જિલ્લાના તમામ તકમ અચોક્કસ મુદતની હડતાલ પર હોય. તેમના પ્રશ્ર્નોનું સરકારશ્રી દ્વારા નિરાકરણ લાવે માટે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીદાદાના ધામ માં પ્રાર્થના કરવામાં આવી અને બોટાદ જિલ્લા તકમ મંડળના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ટાંક દ્વારા બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્ર્યામભાઈ વિરાણી ને સાળંગપુર ધામ કષ્ટભંજનદેવના સાનિધ્યમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં બોટાદ જિલ્લાના મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર : રિમલ બગડિયા ( બોટાદ )


Loading...
Advertisement
Advertisement