ભાવનગરમાં સ્વાતંત્ર સંગ્રામની ઝાંખી કરાવતા દુર્લભ પ્રદર્શનનું આયોજન

13 August 2022 12:31 PM
Bhavnagar
  • ભાવનગરમાં સ્વાતંત્ર સંગ્રામની ઝાંખી કરાવતા દુર્લભ પ્રદર્શનનું આયોજન

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.13
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનીકેશન, જૂનાગઢ અને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંયુક્ત રીતે દ્વારા આઝાદીના અમૃતમહોત્સવ- હર ઘર તિરંગા અભિયાન ની ઉજવણીના ભાગરૂપે ભાવનગરનાં ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ પ્રદર્શન હોલ ખાતે ભવ્ય પ્રદર્શન સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

13 મી ઓગસ્ટ શનિવારના રોજ સવારે 10:00 વાગે આ સમગ્ર કાર્યક્રમ અને પ્રદર્શન નું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારબાદ ભાવનગરનાં ઝવેરચંદ મેઘાણી પ્રદર્શન હોલ ખાતે આયોજીત આ પ્રદર્શન તારીખ 13 થી 14 ઑગસ્ટ બે દિવસ સુધી સવારે 09.30 થી સાંજના 07.30 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રાખવામાં આવશે. પ્રદર્શનને નિહાળવા અને આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી નો એક ભાગ બનવા ભાવનગરના નગરજનોને આમંત્રણ પાઠવાયું છે.


Loading...
Advertisement
Advertisement