ભાવનગર: રાળગોન દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 29 મી વાર્ષિક સાધારણ સભા મળી

13 August 2022 12:32 PM
Bhavnagar
  • ભાવનગર: રાળગોન દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 29 મી વાર્ષિક સાધારણ સભા મળી

વિપુલ હિરાણી ભાવનગર તા.13
રાળગોન દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ની 29 મી વાર્ષિક સાધારણ સભા સર્વોત્તમ ડેરી ના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષ સ્થાને તા. 12/08 ના રોજ મંડળીની ઓફીસે સર્વોત્તમ ડેરી ના મેનેજિંગ ડિરેકટર એચ.આર.જોષી, મંડળીના પ્રમુખ બટુકભાઈ શિવ શંકરભાઈ ભટ્ટ, સિનિયર મેનેજર વાય.એચ.જોષી, સહકાર મેનેજરશ્રી બી.જે.ખેર, ડેપ્યુટી સહકાર મેનેજર કે.ડી.બારૈયા અને વિશાળ સંખ્યામાં સભાસદો સાથે મળી જેમાં એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે પસાર કરવામાં આવી.

વાર્ષિક સાધારણ સભામાં રાળગોન દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના દૂધ ભરતાં તમામ સભાસદોને રૂ.236983 બોનસના રૂપમાં નફો વહેંચવામા આવ્યો.


Loading...
Advertisement
Advertisement