ધારી પાસે કારે બાઇકને ઠોકરે લેતા પત્ની-પુત્રની નજર સામે સુરેશ કોળીનું મોત

13 August 2022 12:39 PM
Amreli Rajkot
  • ધારી પાસે કારે બાઇકને ઠોકરે લેતા પત્ની-પુત્રની નજર સામે સુરેશ કોળીનું મોત
  • ધારી પાસે કારે બાઇકને ઠોકરે લેતા પત્ની-પુત્રની નજર સામે સુરેશ કોળીનું મોત
  • ધારી પાસે કારે બાઇકને ઠોકરે લેતા પત્ની-પુત્રની નજર સામે સુરેશ કોળીનું મોત
  • ધારી પાસે કારે બાઇકને ઠોકરે લેતા પત્ની-પુત્રની નજર સામે સુરેશ કોળીનું મોત

7 વર્ષીય પુત્ર રમતા-રમતા પડી ગયો હોય દલખાણીયાથી ધારી દવા લેવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: પુત્ર રૂદ્ર અને પત્ની મનિષાબેન પણ ઇજાગ્રસ્ત થતા રાજકોટ સારવારમાં

રાજકોટ,તા.13
ગઇકાલે રાત્રે ધારીના દલખાણીયા ગામ પાસે કારે બાઇકને ઠોકરે લેતા પત્ની અને પુત્રની નજર સામે જ સુરેશ ચંદુભાઇ બોડીયા (કોળી) (ઉ.વ.30)નું મોત નિપજયું હતું જયારે 28 વર્ષીય પત્ની મનિષાબેન અને પુત્ર રૂદ્રને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે.

જાણવા મળતી વિગત મુજબ ધારી તાલુકાના દલખાણીયા ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા સુરેશભાઇ બોડીલા પોતાના ઘરે હતા ત્યારે તેનો 7 વર્ષના પુત્ર રૂદ્ર રમતા રમતા પડી ગયો હતો.જેથી તેને ઇજા થતા સુરેશભાઇ અને તેમના પત્નિ મનિષાબેન બાઇક પર બેસી પુત્રની દવા લેવા ધારી જઇ રહયા હતા. ત્યારે રાત્રે 9.30 વાગ્યા આસપાસ દલખાણીયા ગામથી થોડે આગળ મહાદેવના મંદીર પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતી કારે બાઇક સહિત ત્રણેયને ઠોકરે લીધા હતા.

જેથી ત્રણેય બાઇક સવાર રોડ પર ફંગોળાઇ ગયા હતા. ત્રણેયને ઇજા પહોંચતા પ્રથમ ધારી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન વહેલી સવારે 4.30 કલાકે આસપાસ સુરેશભાઇએ સારવારમાં દમ તોડી દેતા કોળી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. જયારે પુત્ર રૂદ્ર અને પત્ની મનિષાને ઇજા થતા તેઓ રાજકોટ સારવારમાં છે.

ધારી તાલુકા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. અને અજાણ્યા કાર ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી. મૃતક સુરેશભાઇ બે ભાઇમાં મોટા હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ છે.


Related News

Loading...
Advertisement
Advertisement