મેઘરાજાનું જોર વધ્યું : ઉતર ગુજરાતમાં ધમધોકાર વરસાદ

13 August 2022 12:40 PM
Rajkot Gujarat
  • મેઘરાજાનું જોર વધ્યું : ઉતર ગુજરાતમાં ધમધોકાર વરસાદ

વિજયનગરમાં 6.5 ઇંચ ખાબક્યો : વિજાપુરમાં 4.5 ઇંચ : હિંમતનગર, રાધનપુર,ઇડરમાં 4-4 ઇંચ, રાજ્યના 217 તાલુકામાં મહેર

રાજકોટ,તા. 13
જન્માષ્ટમીના તહેવારો પૂર્વે ગુજરાતના અનેક ભાગોમાં મેગરાજાનું જોર વધવા લાગ્યું હોય તેમ ઉતરના જીલ્લાઓમાં રેલમછેલર સર્જાઈ હતી. સાબરકાંઠાના વિજયનગરમાં 6 ઇંચ ખાબક્યો હતો. રાજ્યના 142 તાલુકાઓમાં હળવો ભારે વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવિસ કલાક દરમ્યાન રાજ્યનાં 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમાંથી 62 તાલુકામાં એકથી છ ઇંચ સુધી વરસ્યો હતો. ઉતર ગુજરાતમાં રેલમછેલ હતી. સાબરકાંઠા જીલ્લો જળબંબાકાર થયો હતો. વિજયનગરમાં 6 ઇંચ, ઉપરાંત હિંમતનગર, તલોદ અને ઇડરમાં ચાર-ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. પોસીના તથા પ્રાંતીજમાં અઢી ઇંચ વરસાદ થયો હતો.

ગાંધીનગરના માણસામાં ચાર ઇંચ તથા કલોલમાં 3 ઇંચ, અરવલ્લીના ભીલોડામાં 3 ઇંચ, મહેસાણાના વિજાપુરમાં સાડા ચાર ઇંચ તથા બેચરાજી, જોટાણા, કડી,ખેરાલુ, મહેસાણામાં બેથી અઢી ઇંચ વરસાદ થયો હતો. પાટણના રાધનપુરમાં પણ ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.

મધ્ય ગુજરાતના અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો. સરેરાશ એક ઇંચ પાણી વરસ્યું હતું. અન્ય તમામ જીલ્લાઓમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ તમામ જીલ્લાઓમાં સાર્વત્રિક અર્ધાથી બે ઇંચસુધીનો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 711.54 મીમી વરસાદ થયો છે જે સીઝનના 83.70 ટકા થવા જાયછે. તમામેતમામ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ થયો છે. છ તાલુકાને બાદ કરતાં અન્ય 245 તાલુકાઓમાં વરસાદની માત્ર 10 ઇંચથી વધુ છે.


Related News

Loading...
Advertisement
Advertisement