સુત્રાપાડાના ધામળેજમાં જુગાર રમતા 9 શખ્સો રૂ.10 હજાર સાથે ઝબ્બે

13 August 2022 12:42 PM
Veraval
  • સુત્રાપાડાના ધામળેજમાં જુગાર રમતા 9 શખ્સો રૂ.10 હજાર સાથે ઝબ્બે

વેરાવળ તા.13 : સુત્રાપાડા તાબાના ધામળેજ ગામે બંદર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓને રોકડા રૂૂા.10 હજારની સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી મનિન્દસિંહ પવાર, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના મુજબ મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ ના માર્ગદર્શન હેઠળ જુગાર રમતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા અને પ્રોહી-જુગારની પ્રવૃતિ બંધ કરવા સખ્ત સુચના આપેલ જે અન્વયે પો.સબ.ઇન્સઆર.આર.ગરચર, એ.એસ.આઇ માલદેભાઇ નાજાભાઇ ભોળા, પો.કોન્સ બનેસિંહ વજુભાઇ મોરી, પો.કોન્સ રજનીભાઇ દેદાભાઇ, પો.કોન્સ વિજયભાઇ લખમણભાઇ સહીતના ધામળેજ વિસ્તારમાં પેટ્રોલીગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બંદરમાં બાપા સીતારામના ઓટલાની પાછળના ભાગે જાહેરમાં જુગાર રમતા શાંતિલાલ લાલજીભાઇ કાપડીયા જયેશ હરજીભાઇ કાપડીયા દિનેશ હડમદભાઇ સોલંકી ચંપક બીજલભાઇ ગઢવી અમરીક હડમદભાઇ સોલંકી હિમત રામજીભાઇ પટેલીયા રૂપેન્દ્ર મહેનભાઇ સોલંકી દિપક મનસુખભાઇ સોલંકી ભરત બીજલભાઇ ગઢવી રહે.ધામળેજ બંદર તા.સુત્રાપાડા વાળા ને રોકડા રૂા.10,140 સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.


Loading...
Advertisement
Advertisement