ગોંડલના સુખનાથ ચોકમાં ફૂટપાથ પરથી પાંચ માસનું મૃત માનવ ભ્રુણ મળી આવ્યું

13 August 2022 12:45 PM
Gondal
  • ગોંડલના સુખનાથ ચોકમાં ફૂટપાથ પરથી પાંચ માસનું મૃત માનવ ભ્રુણ મળી આવ્યું

સાત સંતાનની માતાને કસુવાવડ થતા ઘટના

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. 13
હાદસો કા શહેર મનાતા ગોંડલમાં છાસવારે કોઈક ને કોઈક ઘટના બનતી જ હોય છે અત્રેના સુખનાથ ચોકમાં ફૂટપાથ ઉપર આશરે પાંચ માસનું માનવ મૃત ભ્રુણ મળી આવતા સેવાકીય સંસ્થાના પ્રમુખ અને પોલીસે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

સુખનાથ ચોકની ફૂટપાથ પર આશરે પાંચ માસનું માનવ નું મૃત ભ્રૂણ પડ્યું હોવાની જાણ માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને ભૃણને સરકારી દવાખાને લાવી તબીબી પરીક્ષણ કરાવતા ભ્રુણ પાંચ મહિનાના બાળકનું હોવાનું ફલિત થયું હતું.

પરંતુ આ ભ્રુણ ફૂટપાથ પર કોણ છોડીને ચાલ્યું ગયું તે અંગે પોલીસને જાણ કરાતા એ પોલીસે તપાસ કરતા સરકારી દવાખાનાની સામે મફતિયા પરામાં રહેતા માયાબેન કિશનભાઇ રાઠોડ ઉંમર વર્ષ 30 નું હોવાનું બહાર આવતા માયાબેનને સમજાવી તેઓને સારવાર સરકારી દવાખાને કરાવવા માટે લાવવામાં આવ્યા હતા અને જ્યાં માયાબેને પણ સ્વીકાર્યું હતું કે તેઓ સાત સંતાનના માતા છે અને સુખનાથ ચોકની ફૂટપાથ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓને કસવાવડ થઈ જવા પામી હતી.

બાદમાં તેઓ અર્ધ બેભાન જેવી હાલતમાં પોતાના ઝુપડપટ્ટી એ પહોંચ્યા હતા.આ બનાવની કરુણતા એ છે કે માયાબેન ના પતિનું ત્રણ માસ પહેલા જ નિધન થયું છે અને તેઓ સાત સંતાનોના માતા છે અને આઠમું સંતાન તેમના પેટમાં હતું ત્યારે જ તેમના પતિનું નિધન થઈ જતા પરિવારની હાલત કફોડી થઈ જવા પામી હતી.


Loading...
Advertisement
Advertisement