પાટડીના નાના રણમાં વરસાદી પાણીનો ભરાવો: 74 બેટ પર 6032 ઘુડખરોએ સહારો લીધો

13 August 2022 01:15 PM
Surendaranagar
  • પાટડીના નાના રણમાં વરસાદી પાણીનો ભરાવો: 74 બેટ પર 6032 ઘુડખરોએ સહારો લીધો
  • પાટડીના નાના રણમાં વરસાદી પાણીનો ભરાવો: 74 બેટ પર 6032 ઘુડખરોએ સહારો લીધો
  • પાટડીના નાના રણમાં વરસાદી પાણીનો ભરાવો: 74 બેટ પર 6032 ઘુડખરોએ સહારો લીધો
  • પાટડીના નાના રણમાં વરસાદી પાણીનો ભરાવો: 74 બેટ પર 6032 ઘુડખરોએ સહારો લીધો

વરસાદનું પાણી ચાર મહિના રણમાં રહેતુ હોવાના કારણે પ્રવાસીઓ માટે અભ્યારણ બંધ: ઘુડખરો અભ્યારણમાં 6032 ઘુડખરે નાના-મોટા 74 બેટનો સહારો લઈ 4 મહિના સમય પસાર કરે છે

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.13 : સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં કચ્છનું નાનું રણ આવેલું છે ત્યારે આ વિસ્તારને 1972માં અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં ઘુડખર અભ્યારણ તરીકે પ્રસિદ્ધ બનેલા કચ્છના નાના રણમાં પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને ઘુડખર અભ્યારણ ને નિહાળતા હોય છે પરંતુ વરસાદી વાતાવરણ અને ચોમાસાની સિઝન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવેલા રણમાં પાણીનો ભરાવો થતો હોય છે જેને લઈને રણ સમુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે

ત્યારે સહેલાણીઓ અને પર્યટકો માટે ચાર મહિના માટે આ રણ બંધ રાખવામાં આવતું હોય છે. સુરેન્દ્રનગરના અભ્યારણમાં ઘુડખર નું મહત્વ વધુ રહેલું હોય છે અને ઘુડખર અભ્યારણ નામથી જ આ રણ પ્રચલિત છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આ અભ્યારણમાં કુલ 6032 જેટલા નાના મોટા ઘુડખરો વસવાટ કરી રહ્યા હોવાની ગણતરી ઉપરથી માહિતી મળી રહી છે ત્યારે દર પાંચ વર્ષે ઘુડખરોની ગણતરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી હોય એવું પણ જાણવા મળ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ઉપરવાસ અને કચ્છના ગામોમાં વરસાદ હોવાના કારણે રણમાં પાણી ભરાઈ ચૂક્યા છે

એટલે અભ્યારણ પણ બંધ કરવામાં આવ્યું છે. અભ્યારણ બંધ થતા લોકોમાં અને પર્યટકોમાં સવાલ ઉદ્ભવ થતા હશે કે રણ જો સમુદ્ર થઈ જતું હોય તો ઘુડખર ક્યાં જતા હશે કેવી રીતે વસવાટ કરતા હશે અને ખોરાકમાં શું લેતા હશે અને ક્યાં ક્યાં પોતાનું ચાર મહિના સુધી જીવન નિર્વાહ કરતા હશે ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1972 ના સમયગાળા થી ઘુડખર અભ્યારણ તરીકે પાટડી વિસ્તારમાં આવેલા રણને આરક્ષિત કરવામાં આવ્યો છે અને 6032 જેટલા ઘુડખરો આ રણમાં વસવાટ કરતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

ઘુડખર અભ્યારણમાં વસવાટ કરતા ઘુડખરો પાણી આવતાની સાથે આરક્ષિત અને સુરક્ષિત જગ્યાઓ ઉપર જતા રહે છે ત્યારે સુરેન્દ્રનગરના જે અભ્યારણ આવેલું છે ત્યાં નાના મોટા 74 જેટલા બેટ આવેલા છે ત્યારે રણમાં બેટ એટલે રણની સપાટી કરતાં ઉંચી જગ્યાઓ ઘુડખર ચાર મહિના સુધી અત્રે જીવન ગુજારતા હોય છે અને પોતાનું જે ઝુંડ હોય છે તેની સાથે ઘુડખરો ચાર મહિના સુધી 74 જેટલા બેટ ઉપર વસવાટ કરી અને ચાર મહિનાનો સમય ગાળો પસાર કરે છે ત્યારબાદ રણમાં પાણી ઓસરતાની સાથે ફરી એક વખત ઘુડખર રણ ની મુલાકાતે નીકળી જતા હોય છે.

હાલની પરિસ્થિતિ મુજબ રણ સમુદ્ર બન્યું છે
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં આવેલા ઘુડખર અભ્યારણમાં પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં જે રણ આવેલું છે તે ચાર મહિના સુધી સમુદ્ર બની ચૂકી હોય કચ્છ તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હોય તેનું વધારાનું પાણી રણમાં ભરાતું હોવાના કારણે હાલની પરિસ્થિતિ મુજબ રણ બંધ કરવામાં આવ્યું છે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને પર્યટકોને પણ રણમાં પ્રવેશ માટે બંધ કરી દેવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે કોઈપણ પ્રકારની મોટી જાનહાની ન સર્જાય અને રણમાં કોઈ ફસાય નહીં અથવા રણમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તેવા આશરેય સાથે રણ ચાર મહિના સુધી બંધ કરી નાખવામાં આવ્યું છે અભ્યારણ પણ બંધ કરી નાખવામાં આવ્યું છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

ચાર મહિના 74 બેટ ઉપર વસવાટ કરી અને ઘુડખરો ઊંટ મોરાળ નામની વનસ્પતિ ખાય છે
સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ ઘુડખર અભ્યારણમાં 6032 જેટલા ઘુડખરો વસવાટ કરી રહ્યા છે અત્યારે સામાન્ય રીતે વરસાદી સીઝન દરમિયાન રણમાં પાણીનો ભરાવો થઈ છે અને રણ સમુદ્રમાં પરિવર્તિત થાય છે ત્યારે 74 જેટલા બેટ ઉપર વસવાટ કરી અને ઘુળખરો વસવાટ કરતા હોય છે અને રણમાં સ્પેશિયલ પ્રકારની જે વનસ્પતિ ઉગે છે તે ઉટ મોરાડ નામે ઓળખવામાં આવે છે તે ચાર મહિના ખાય અને આ ઘુડખરો સમય પસાર કરતા હોય છે ત્યારબાદ રણમાં પાણી ઓછળતા સાથે અગરિયાઓનો પ્રવેશ અને ઘુડખરો પણ આ બેટની બહાર આવતા હોય છે અને ચાર મહિના બાદ ફરી રણમાં તમામ પ્રકારની વસાહતોમાં ઘુડખર જોવા મળતા હોય છે.

ચોમાસાના ચાર મહિના ઘુડખર બચ્ચાને જન્મ આપી અને બેટ ઉપર જ તાલીમ આપે છે
સામાન્ય રીતે ઘુડખર અભ્યારણમાં પાણી ભરાવાના કારણે ચાર મહિના આ અભ્યારણ બંધ કરવામાં આવે છે ત્યારે શાંતિ ઘુડખર અનુભવતા હોય છે કારણ કે પર્યટકોની સંખ્યા બંધ હોય છે અને રણમાં પાણી ભરાયું હોવાના કારણે ચોક્કસ બેટ ઉપર આ ઘુડખર વસવાટ કરતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં ચોમાસાની સિઝન દરમિયાન ઘુડખર માદા હોય તે બચ્ચાને જન્મ આપે છે અને ત્યારબાદ ચાર મહિના સુધી તેને તમામ પ્રકારની તાલીમ બેટ ઉપર જ આપતા હોય છે અને ત્યાર બાદ બચ્ચાને તાલીમ આપ્યા બાદ પાણી ઓસરતા રણમાં પોતાના બચ્ચા સાથે ઘુડખરો નીકળી જતા હોય છે અને ફરી પુન: રીતે વસવાટ કરવા લાગતા હોય છે અને પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.

સરકાર દ્વારા 1972થી ઘુડખર અભ્યારણ આરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે
સામાન્ય રીતે કચ્છનું મોટું રણ આવેલું છે પરંતુ ત્યાં ઘુડખરો અને અન્ય વન્ય પ્રાણીઓનો વસવાટ ન હોવાના કારણે તે વિસ્તાર આરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ સુરેન્દ્રનગરનું જે રણ આવેલું છે ત્યાં ઘુડખરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે તેવા સંજોગોમાં પ્રકૃતિ અને વાતાવરણ અનુકૂલ હોવાના કારણે સુરેન્દ્રનગરના જે પાટડીનું રણ આવેલું છે ત્યાં 6032 જેટલા ઘુડખર વસવાટ કરતા હોય છે ત્યારે સરકાર દ્વારા 1972માં સુરેન્દ્રનગરના આ વિસ્તારને ઘુડખર અભ્યારણ તરીકે આરક્ષિત કરવામાં આવ્યો છે એટલે કે રણમાં કોઈપણ પ્રકારની માલિકીની જગ્યા કોઈને મળવા પાત્ર નથી અથવા પાણીની પાઇપલાઇનનો અથવા કોઈપણ પ્રકારની સુવિધાઓ કે જે ઘુડખરને અડચણરૂપ થતી હોય તે રણમાં કરી શકવામાં આવતી નથી પર્યટકો માટે પણ આઠ મહિના સુધી જ રણ ખુલ્લું રહેતું હોય છે અને અભયારણની મુલાકાતો આઠ મહિના સુધી જ પર્યટકો કરી શકતા હોવાનું પણ 1972થી અમલવારી કરી નાખવામાં આવી છે.Loading...
Advertisement
Advertisement