મોરબી દારૂ ઘુસાડનાર કુખ્યાત બુટલેગરના રાઇટ હેન્ડને એલસીબીની ટીમે દબોચ્યો

13 August 2022 01:27 PM
Surendaranagar
  • મોરબી દારૂ ઘુસાડનાર કુખ્યાત બુટલેગરના રાઇટ હેન્ડને એલસીબીની ટીમે દબોચ્યો

(જીગ્નેશ ભટ્ટ દ્રારા) મોરબી તા 13
મોરબી જિલ્લા એલસીબીની ટીમે ભુસાની આડમાં દારૂ અને બીયરની હેરાફેરી કરવામાં આવતી હતી તેનો પર્દાફાશ કરીને માળીયા (મિ) નજીકથી પસાર થતાં આઇસરમાંથી 11148 બોટલ દારૂ અને 4080 બીયર સાથે અગાઉ બે આરોપીને ઝડપી લીધેલ છે અને વધુ એક આરોપીને પકડીને પોલીસે રિમાન્ડ લીધા હતા જેની પૂછપરછમાં આ દારૂ બિયરનો જથ્થો રાજસ્થાનના કુખ્યાત બુટલેગર વિનુ સિંધીનો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને તેના સહિત ત્રણ શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

અમદાવાદથી માળીયા (મિ) તરફ આઇસર ગાડીમાં ભુસુ ભરેલ પ્લાસ્ટીકની બોરીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશીદારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી ત્યારે દારૂ અને બિયર ભરેલ આઇસર સાથે પોલીસે બળવંતસીંગ સોનારામ બિશ્નોઇ રહે. શિવાડા, શરાણીયો કી ઢાણી તાલુકો ચિત્તલવાના જિ. જાલોર રાજસ્થાનની ધરપકડ કરી હતી ત્યાર બાદ ટ્રકના માલિક ગોવિંગ ચુનાજી મીણાની ધરપકડ કરી હતી અને આ માલ વિનોદ સિંધીનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેના વિનુ સિંધીના માણસ માધુસિંહ દેવીસિંહ સિસોદિયા જાતે રાજપૂત (40) રહે. પ્રતાપનગર, શંભુસાર, રાજસ્થાન હાલ રહે કરમસદ (અમદાવાદ) વાળાની ધરપકડ કરલે છે અને તેના 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે

જેની પૂછપરછમાં આ શખ્સ વિનુ સિંધીનું ગુજરાતમાં નેટવર્ક ચલાવતો હોવાની સામે આવ્યું છે અને તેની પાસેથી સુનિલ મોતીભાઈ દરજી રહે, ઉદેપુર અને કાળું જાટ રહે. જયપુર વાળાના સામે આવેલ છે જેથી કરીને વિનુ સિંધી સહિતના ત્રણેય આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે જે તે સમતે મોરબી એલસીબીની ટીમે મેકડોવેલ્સ -01 સુપીરીયર વ્હીસ્કીની નાની મોટી બોટલો નંગ 10,536 કિ.રૂ .20,37,00, રોયલ ચેલેન્જ કલાસિક પ્રિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ -612 કિ.રૂ .3,18,240, ગોડફાધર બિયરના ટીન નંગ- 3120 કિ.રૂ .3,12,000, કિંગફીશર બિયરના ટીન નંગ- 960 કિ.રૂ .96,000, આઇસર નં. જીજે 6 ઝેડઝેડ 3206 કિ.રૂ .5,00,000, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -01 કિ.રૂ .5000 અને રોકડા રૂપીયા -2660 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ .32,70,900 નો મુદામાલ કબજે કર્યો હતો

વાહન અકસ્માતમાં ઈજા
ગોંડલ નજીક આવેલ ત્રાકુડા ગામે રહેતા પરસોતમભાઈ વેલજીભાઈ અમૃતિયા (68) અને વનિતાબેન પરસોતમભાઈ અમૃતિયા (65) બંને બાઈકમાં જતા હતા ત્યારે તેઓના ગામ નજીક તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા..! જ્યારે વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતો હર્ષરાજસિંહ અશોકસિંહ જાડેજા નામનો 17 વર્ષનો યુવાન ઘર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જવાથી ઇજાઓ થતા તેને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદના ઇસનપુર ગામે રહેતા કૈલાસબેન આશિષભાઈ મકવાણા નામની 33 વર્ષની મહિલા તેમના ગામ નજીકથી બાઈકમાં બેસીને જતી હતી ત્યારે તેમનું બાઈક રસ્તામાં સ્લીપ થઈ જતા તેઓને પણ ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમા ઈજા
મોરબીના નવલખી ફાટક પાસે રહેતા આશાબેન બહાદુરભાઇ બાવાજી નામની 30 વર્ષની મહિલાને તેમના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા.


Loading...
Advertisement
Advertisement